જૂનાગઢ : IPL ક્રિકેટની મોસમ શરૂ થઈ ચૂકી છે. ક્રિકેટની સાથે સટ્ટોડીયાઓ પણ હવે બેટિંગ કરવામાં જાણે કે મસ્ત બન્યા હોય તે પ્રકારે ચારે તરફ ક્રિકેટની રમત પર સટ્ટાકાંડ શરૂ થયા છે, ત્યારે જૂનાગઢ પોલીસે IPL ક્રિકેટ પર સટ્ટો લેતા આઠ શખ્સોને 8 લાખ 86 હજાર કરતાં વધુના મુદ્દામાલ સાથે પકડી પાડીને ક્રિકેટ સટ્ટાકાંડનો ખુલાસો કર્યો છે.
પોલીસે સટ્ટાડીયાઓની પાડી વિકેટ : વર્ષ 2003ની IPLની નવી સિઝન શરૂ થઈ ચૂકી છે. મેદાન પર ખેલાડીઓ ચોક્કા અને છક્કાની રમઝટ બોલાવીને ખેલાડીઓ તેમની ટીમોને જીતાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. બરોબર આ જ સમયે ક્રિકેટના સટ્ટા સાથે સંડોવાયેલા સટોડિયાઓ પણ હવે ક્રિકેટની જેમ સટ્ટાકાંડનો ખેલ ખેલી રહ્યા છે. ત્યારે જુનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે વંથલી અને જૂનાગઢમાંથી બે અલગ અલગ કિસ્સામાં ગઈ કાલે રમાયેલી મેચ પર ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો લેતા કેશોદ અને જૂનાગઢના 8 સટોડિયાઓને પકડી પાડ્યા છે. પોલીસે રોકડ રૂપિયા 8,86,850 કરતા વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને ક્રિકેટ સટ્ટાકાંડનો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો :Ahmedabad Crime : માધવપુરામાં ઇન્ટરનેશનલ સટ્ટા કૌભાંડ તપાસ માટે એસઆઈટીની રચના, દુબઇ બેઝ ટીમ કરતી હતી વેપલો