મેઘરાજાને મનાવવા જૂનાગઢવાસીઓએ કર્યું રામધૂનનું આયોજન
જૂનાગઢઃ સૌરાષ્ટ્ર જેની ચાતક નજરે રાહ જોઇ રહ્યું છે, તેવા મેઘરાજાને મનાવવા માટે હવે રામધૂન શરૂ થઈ રહી છે. સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા વરૂણ દેવ જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં તેમની અમી વર્ષા કરે તેના માટે સતત રામધૂન શરૂ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર પરથી રીસાય ગયેલા મેઘરાજાને મનાવવા જૂનાગઢવાસીઓ રામધૂન કરી રહ્યાં છે
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત જેની ચાતક અને કાગડોળે રાહ જોઇ રહ્યું છે, તેવા મેઘરાજા તેમની અમીવર્ષા સમગ્ર પ્રદેશ પર કરે તેને લઇ લોકો ભગવાનના દ્વારે પહોંચી ગયા છે. જૂનાગઢના સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા વરૂણ દેવને મનાવવા માટે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના લોકોએ આહુતિ આપીને સમગ્ર પ્રદેશમાં વરૂણદેવ તેમની કૃપા અને અમીદ્રષ્ટિ વરસાવે તેવી માંગ કરી હતી.