જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સકરાણા ગામના પાણીના વોકરામાં નવજાત શિશુનો મૃતદેહ તરતો દેખાતા બાજુના લાડીવાળા મંગાભાઈએ ગામના સરંપચને જાણ કરતા તેઓએ માંગરોળ પોલીસને જાણ કરતા પી.એસ.આઈ આર. જે રામ સહીત પોલીસ સ્ટાફ ધટનાસ્થળે પહોંચી તરતા નવજાત શિશુનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.
જૂનાગઢઃ સકરાણા ગામે નવજાત શિશુનો પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો
જુનાગઢઃ માંગરોળના સકરાણા ગામના પાણીના વોકરામાંથી નવજાત શિશુનો તરતો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા પોલીસ ધટનાસ્થળે પહોંચી મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
માંગરોળ તાલુકાના સકરાણા ગામે નવજાત શિશુનો પાણીમાં તરતી મૃતદેહ મળી આવ્યો
પ્રાથમિક અનુમાન મુજબ આ વરસાદી પાણીનો વોકરો જુથડ તેમજ સકરાણા ગામ નજીક સ્મશાન આવેલો હોવાથી અને આ મૃતદેહને દફનાવામાં આવ્યો હોય અને છેલ્લા ધણા દિવસોથી મેધરાજાની વરસાદી પાણીના લીધે તણાય આવ્યો હોય તેવું ગામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જયારે હાલ તો પોલીસે આ મૃતદેહનો કબ્જો લઇ સરકારી હોસ્પિટલ ખસેડી આગળની તપાસનો દોર ધમધમાટ શરુ કરેલો છે.