જૂનાગઢના ત્રણ શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે કરાયુ સન્માન, પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ આપી હાજરી
જૂનાગઢઃ શિક્ષક દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના ત્રણ શિક્ષકોનું શિક્ષણના ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાનને લઈને શિક્ષક દિવસના પાવન પ્રસંગે રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન આપીને ત્રણે શિક્ષકોની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
પાંચમી સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રના દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોના સન્માનની સાથે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરીને ડો, સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની સેવાઓ થકી આ દેશ યાદ કરી રહ્યું છે. ડો, સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. શિક્ષણ સાથે સંકળાયેલા શ્રેષ્ઠીઓનું સન્માન કરીને તેને બિરદાવવામાં આવે છે. આવા જ શ્રેષ્ઠીઓને સન્માનનો કાર્યક્રમ જૂનાગઢમાં રાજ્યના પર્યટન અને પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં યોજાઈ ગયો હતો, જેમાં જૂનાગઢ જિલ્લાના ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવામાં આવ્યા હતા