ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ જંગલમાં ગેરાકયદેસર રીતે પ્રવેશ કરતા 6 લોકોને વન વિભાગે ઝડપી પાડ્યા

જૂનાગઢ: વિસાવદર રેન્જના કુટીયા આરક્ષિત જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરી અને સિંહોની રંજાડ સાથે સિંહ દર્શન કરતા 6 લોકોને પકડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક પોસ્ટ વિભાગના કર્મચારી અને અન્ય બે ખાનગી ન્યુઝ ચેનલમાં કામ કરતા હોવાની વિગતો આવી બહાર છે.

જૂનાગઢ જંગલમાં ગેરાકયદેસર રીતે પ્રવેશ કરતા વન્ય વિભાગે 6 લોકોને ઝડપ્યા

By

Published : Aug 26, 2019, 9:49 PM IST

ગીર પશ્ચિમના વિસાવદર રેન્જના કુટીયા આરક્ષિત જંગલમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. સિંહ દર્શનની સાથે સિંહોને પજવણી કરતા 6 ઈસમો વન વિભાગના હાથે ઝડપાયા હતા. ઝડપાયેલા 6 પૈકી 2 ખાનગી ન્યુઝ ચેનલમાં કામ કરતા લોકો અને અન્ય 1 પોસ્ટ વિભાગમાં કર્મચારી તેમજ અન્ય 3 સામાન્ય લોકો હતા. આ તમામને વનવિભાગે સુધારેલા વન અધિનિયમ નીચે કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ જંગલમાં ગેરાકયદેસર રીતે પ્રવેશ કરતા વન્ય વિભાગે 6 લોકોને ઝડપ્યા
વનવિભાગને તેમના સુત્રો દ્વારા માહિતી મળી હતી કે, કેટલાક લોકો કુટિયા વિસ્તારના જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને સિંહ દર્શનની સાથે સિંહોની પજવણી કરી રહ્યા છે. વન વિભાગે તપાસ કરતા 6 લોકો ઝડપાઈ જવા પામ્યા હતા. તમામ પાસેથી વિડીયો કેમેરા, મોબાઇલ અને બાઈક સહિતનો મુદ્દામાલ વનવિભાગે જપ્ત કર્યો છે.આરોપીઓ પૈકી 2 આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 4 આરોપીઓએ વનવિભાગ સામે માર માર્યાની ફરિયાદ કરી હતી. 4 આરોપીઓને હોસ્પિટલમાં દાખલ કરાતા વન વિભાગે સમગ્ર પ્રકરણને ધ્યાનમાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details