ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના ખેડુતોની અનેક રજુઆત છતાં કામ ન થતા જાતે કેનાલ સાફ કરવાની કામગીરી ઉપાડી

જૂનાગઢ: માંગરોળના લોએજ ગામના લોકોએ ધારાસભ્ય, સાંસદ સભ્ય અને તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પણ ખારાશ નિયંત્રણ કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ ન કરતા ગામ લોકોએ લોક ફાળો કરી jcb ભાડે લઈ કેનાલ ખોદવાની કામગીરી ચાલુ કરી હતી.

Junagadh

By

Published : Sep 14, 2019, 4:54 AM IST

એક બાજુ સરકાર પાણીના સંગ્રહની વાત કરે છે તો બીજી બાજુ આવી કેનાલ 25 વર્ષથી અધૂરા કામના કારણે લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી જાય છે. પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ જિલ્લાના દરીયાકિનારે આવેલી છે. ખારાશ નિયંત્રણ કેનાલ 8-10 નદીઓના પાણીને લિંક કરે છે. પોરબંદરથી વેરાવળના ડારી સુધીની તમામ નદીઓનુ પાણી લિંક થાય છે. કેનાલના અધૂરા કામથી વરસાદનું પાણી દરીયામાં વહી જાય છે.

જૂનાગઢના ખેડુતોએ એનેક રજુઆત છતા કામ ન થતા જાતે કેનાલ સાફ કરવાની કામગીરી ઉપાડી

આ વિસ્તારના લોકોને પીવાના અને સિંચાઈના પાણી માટે કોઈ સ્ત્રોત નથી. આ વિસ્તારની હજારો હેક્ટર જમીન ફળદ્રુપ થઇ શકે તેમ છે પણ જરૂર છે સરકારના સહયોગની...ગામલોકો પોતાના ગામ પૂરતું કામ કરશે. માંગરોળ પાસે મીઠીવાવમાં 70 મીટરનું કામ બાકી તે પૂર્ણ થાય એટલે ફરી આ વિસ્તારને "લીલી નાઘેર"ની ઓળખ પાછી મળે.

ABOUT THE AUTHOR

...view details