ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhim Agiyaras 2023 : સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના દિવસે વાવણી કાર્યથી ખેડૂતો આ કારણોસર રહ્યા દૂર - સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસ વાવણી

સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના દિવસે ખેડૂતોની વિપરીત પરિસ્થિતિ સામે આવી છે. ખેડૂતો ભીમ અગિયારસના તહેવાર પર વાવણીથી દૂર રહ્યા છે. જોકે, ભીમ અગિયારસની વાવણી શુકનવંતી માનવામાં આવે છે, ત્યારે આ વર્ષે ખેડૂતોએ વાવણીથી કેમ દૂર રહ્યા છે જાણો.

Bhim Agiyaras 2023 : સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના દિવસે વાવણી કાર્યથી ખેડૂતો દૂર
Bhim Agiyaras 2023 : સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના દિવસે વાવણી કાર્યથી ખેડૂતો દૂર

By

Published : May 31, 2023, 5:01 PM IST

સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના દિવસે વાવણી કાર્યથી ખેડૂતો દૂર

જૂનાગઢ : આજે ભીમ અગિયારસનો તહેવાર છે. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા મુજબ એકાદશીના દિવસે સૌરાષ્ટ્રના ખેડૂતો પરંપરાગત રીતે વાવણી કાર્યની આજના દિવસે શરૂઆત કરતો હોય છે, પરંતુ આજે એકાદશી જેવા શુભ મુહૂર્તમાં પણ ખેડૂતો વાવણી કાર્યથી અળગા જોવા મળે છે. જેની પાછળ વાતાવરણની પ્રતિકૂળતા, કમોસમી વરસાદની સાથે ઉનાળા જેવી આકરી અને પ્રચૂર ગરમી બિયારણને ખૂબ નુકસાન કરી શકે છે, જેને લઈને ખેડૂતોએ મુહૂર્ત સમાન ભીમ એકાદશીના દિવસે વાવણી કાર્યથી દૂર રહીને સંભવિત બિયારણના નુકસાનથી બચવાનો પ્રયાસ કર્યો છે.

જે રીતે વાતાવરણમાં સતત બદલાવ જોવા મળે છે કમોસમી વરસાદ આજે પણ થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં ખૂબ આકરી અને પ્રચુર માત્રામાં પડી રહેલી ગરમી અને તડકાને કારણે વાવેતર કરવાથી ખેડૂતો દૂર રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે થતી ખેતી વિપરીત પરિસ્થિતિમાં બિયારણને ખૂબ નુકસાન કરી શકે છે. તેમજ ફેર વાવેતરનો મજૂરી ખર્ચ પણ ખૂબ આવે છે. તેથી આવી પરિસ્થિતિમાં હજુ પણ 20 દિવસ સુધી વરસાદની કોઇ શક્યતાઓ જોવાતી નથી, જેને કારણે ખેડૂતોએ ભીમ અગિયારસના દિવસે ચોમાસું કૃષિ પાકોનું વાવેતર કરવાથી દૂર રહ્યા છે. - રમેશ પટેલ (ખેડૂત)

ભીમ અગિયારસની વાવણી શુકનવંતી :સૌરાષ્ટ્રની પ્રાચીન ખેતી પરંપરા મુજબ પ્રત્યેક ખેતરમાં આજથી વાવણી કાર્યમાં જોતરાયેલું જોવા મળતું હોય છે. તેની પાછળ ખૂબ જ સાંકેતિક પરિકલ્પના જોડાયેલી છે. આજના દિવસે વાવણી કાર્ય કરવાથી કોઈપણ કૃષિ પાકોને પરીપકવ માટેનો 90 દિવસનો પૂરતો સમય મળી રહે, સમયસર પાક તૈયાર થાય, જે બજારમાં આવે જેને ગુણવત્તા ખૂબ સારી હોય છે. જેને કારણે સમયસર ગુણવત્તા યુક્ત બજારમાં આવેલા કૃષિ પાકોનો બજારભાવ ખૂબ સારો મળતો હોય છે. ભીમ અગિયારસના દિવસે પડેલું વરસાદનું પ્રથમ પાણી જમીનની સાથે કૃષિ પાકોના સારા વર્તારા માટે પણ આશીર્વાદ સમાન હોય છે. એટલે સૌરાષ્ટ્રમાં વર્ષોથી ભીમ અગિયારસના દિવસે વાવણી કાર્ય થતું જોવા મળતું હોય છે.

  1. Jambu Cultivation : કચ્છના ખેડૂતે સફેદ જાંબુની કરી ખેતી, કાળા જાંબુ કરતા સ્વાદ એકદમ જૂદો
  2. Junagadh News : કુદરતમાંથી મળતા સંકેતો અનુસાર દેશી આગાહીકારોએ કહ્યું, ચોમાસુ સાર્વત્રિક રીતે સફળ નહીં
  3. Monsoon Rain Forecast : આધુનિક વિજ્ઞાનના સમયમાં પણ કુદરતી સંકેતો દ્વારા ચોમાસાની આગાહી, જાણો દેશી આગાહીકારે શું કહ્યું

ABOUT THE AUTHOR

...view details