જૂનાગઢ :જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં ખરીફ સીઝન દરમિયાન મોટેભાગે મગફળીનું વાવેતર અને ઉત્પાદન થતું હોય છે. પરંતુ પાછલા બે ત્રણ વર્ષ દરમિયાન મગફળીનું સ્થાન હવે સોયાબીન લેતું જોવા મળે છે. ગત વર્ષે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના સર્વોચ્ચ બજાર ભાવ જોવા મળ્યા હતાં. પરંતુ આ વર્ષે સોયાબીનની આવકના દિવસોમાં બજારભાવોમાં ગત વર્ષની સરખામણીએ 600 રૂપિયા જેટલો પ્રતિ 20 કિલોએ ઘટાડો જોવા મળે છે. હાલ નવા સોયાબીનની આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજાર ભાવોમાં તફાવત જોવા મળી રહ્યો છે.
સોયાબીનના બજાર ભાવોમાં ઘટાડો : સૌરાષ્ટ્રમાં ખરીફ સીઝન દરમિયાન અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં મોટાભાગના વાવેતર વિસ્તારમાં મગફળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવતું હોય છે. પરંતુ પાછલા બે ત્રણ વર્ષ દરમિયાન ખેડૂતોએ બદલાતી જતી વરસાદી સિસ્ટમને કારણે વાવેતર પદ્ધતિ અને પાકમાં ફેરફાર કર્યો છે. તે મુજબ પાછલા બે ત્રણ વર્ષથી સોયાબીનના વાવેતરમાં સતત વધારો થતો જોવા મળે છે. જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો મગફળી કરતા સોયાબીનનું વાવેતર 40 ટકા જેટલું વધેલું જોવા મળી રહ્યું છે.
ગત વર્ષે 1500 રૂપિયા બજારભાવ :ગત વર્ષે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પ્રતિ 20 કિલો સોયાબીનના બજાર ભાવ અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ 1500 રૂપિયા ખેડૂતોને મળ્યા હતાં. પરંતુ આ વર્ષે સોયાબીનની આવક શરૂ થતાં જ બજાર ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની પાછળ કેટલાક તાર્કિક કારણો જવાબદાર બની રહ્યા છે. વર્તમાન સમયમાં આવેલું સોયાબીન હવા અને ભેજને કારણે તેના ગુણવત્તા અને વજનમાં તફાવત જોવા મળે છે. જેથી આજે માર્કેટિંગ યાર્ડમાં 700 થી લઈને 890 રૂપિયા પ્રતિ 20 કિલો સોયાબીનના બોલાયા હતાં. જે ગત વર્ષની સરખામણીએ 610 રૂપિયા ઓછા જોવા મળ્યા છે.
સોયાબીનના બજાર ભાવોને લઈને વર્તમાન સમયમાં સોયાબીનના સર્વોચ્ચ બજાર ભાવ 950 રૂપિયા સુધી જોવા મળે છે. જે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવોની બિલકુલ લગોલગ જોવા મળે છે. કૃષિ જણશોના બજાર ભાવોમાં ઘટાડો કે વધારો કૃષિ પાકની માંગ અને નિકાસ પર આધારિત હોય છે. આગામી દિવસોમાં સોયાબીનમાં વૈશ્વિક બજારોમાં થશે તો ચોક્કસપણે તેની નિકાસમાં પણ વધારો થશે...ડી. એસ. ગજેરા (જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)
ટેકાના ભાવની અસર :સરકારે પણ ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવા માટેના બજાર ભાવ જાહેર કર્યા છે તે મુજબ પ્રતિ 20 કિલો 920 રૂપિયા લેખે સરકાર સોયાબીનની ખરીદી કરશે. પરંતુ ખુલ્લી બજારમાં હાલ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવોની સમકક્ષ સોયાબીનના બજાર ભાવ ચાલી રહ્યા છે.
- APMCમાં સોયાબીનની પુષ્કળ આવક પરંતુ ગત વર્ષની તુલનાએ ભાવમાં ઘટ્યા
- જૂનાગઢ એપીએમસીમાં સોયાબીન અને મગફળીની બમ્પર આવક, કેટલા ક્વિન્ટલ આવક થઇ જૂઓ
- જૂનાગઢ APMCમાં મગફળી અને સોયાબીનની આવક વધતા બંનેના બજાર ભાવ વધ્યા