જૂનાગઢ: દેશ આજે 74મો આઝાદી દિવસ ઉજવી રહ્યો છે. જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના સાંસ્કૃતિક અને પર્યટન પ્રધાન જવાહર ચાવડાએ ત્રિરંગાને સલામી આપીને દેશના 74મા આઝાદી પર્વની ઉજવણી કરી હતી.
દેશના 74માં સ્વાતંત્ર પર્વની જૂનાગઢમાં ઉજવણી કરાઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાદાઈથી પરંતુ ભવ્યતાપૂર્ણ કાર્યક્રમમાં પ્રધાન જવાહર ચાવડાએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને રાજ્ય અને દેશની સુરક્ષા માટે સતત ખડે પગે રહેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓના જુસ્સાને બિરદાવ્યો હતો.
દેશના 74માં સ્વાતંત્ર પર્વની જૂનાગઢમાં ઉજવણી કરાઈ આ તકે કોરોના વાઈરસ જેવી વૈશ્વિક મહામારીમાં પોતાની તેમજ પરિવારની ચિંતા કર્યા વગર જે પ્રકારે કોરોના વોરિયર્સ છેલ્લા પાંચ મહિનાથી સતત તેમની કામગીરી કરી રહ્યા છે. આવા તમામ કર્મચારીઓ અને અધિકારીઓને પણ પ્રધાન જવાહર ચાવડાએ બિરદાવ્યા હતા.
આજે દેશના 74માં સ્વાતંત્ર પર્વની જૂનાગઢમાં સંસ્કૃતિક પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં સાદગીપૂર્ણ પરંતુ ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી વધુમાં તેમણે રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેની ખુશી પણ વ્યક્ત કરી હતી. તેમજ જમ્મુ અને કાશ્મીરમાંથી વિવાદિત કલમ 370ને દૂર કરવાની ઘટનાને ઐતિહાસિક ગણાવીને સમગ્ર રાષ્ટ્રને 74મા આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.