ગુજરાત

gujarat

ETV Bharat / state

કઠોળના ભાવમાં 10થી 20રૂપિયાનો વધારો - junagdh samachar

જૂનાગઢઃ વધતી જતી મોંઘવારીએ હવે કઠોળને પણ ઝપટમાં લીધી છે. મગ, અડદ સહિતના કઠોળના ભાવમાં સરેરાશ 10થી લઈને 20રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે. આ ભાવ વધારો અતિવૃષ્ટિને કારણે હોવાનું વેપારીઓ માની રહ્યા છે. આગામી દિવસોમાં નવું વાવેતર અને કઠોળનો પાક બજારમાં આવવાથી આ ભાવ વધારા પર કઈક અંશે નિયંત્રણ આવશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

etv bharat
કઠોળના સરેરાશ ભાવમાં 10 થી 20 રૂપિયાનો વધારો

By

Published : Dec 18, 2019, 6:34 PM IST

મોંઘવારી બેકાબુ બની છે. ત્યારે એક બાદ એક દૈનિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ દૂધ, પેટ્રોલ સહિતના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીની મારમાં પિસાઈ રહ્યો છે. ત્યારે મોંઘવારીએ વધુ એક ગૃહ ઉપયોગી ચીજને તેનો શિકાર બનાવી છે.

કઠોળના સરેરાશ ભાવમાં 10 થી 20 રૂપિયાનો વધારો
ચાલુ વર્ષે ચોમાસુ ખૂબ જ લંબાયું હતું. જેની વિપરીત અસરો ખરીફ પાક પર જોવા મળી હતી. જે પૈકી ચોમાસા દરમિયાન થતા કઠોળ પાકો પર પણ માઠી અસરો જોવા મળી છે. ચોમાસા દરમિયાન મગ, અડદ, ચોળી, તુવેર સહિતના કઠોળ પાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે. જેથી ખરીફ પાકોમાં ઉત્પાદન ઓછું આવતા ભાવો પર અસર પડી છે.

ABOUT THE AUTHOR

...view details