આ ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને સાધુ પક્ષ એમ બે પક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં આચાર્ય પક્ષના ઉમેદવારો વિજય થતા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર પર આચાર્ય પક્ષનો કબ્જો બરકરાર રહ્યો હતો. જેમાંથી ચાર બેઠકો પર આચાર્ય રાકેશપ્રસાદ સ્વામીના ટેકેદારો છૂટ્યા હતા. જ્યારે બે સીટ તરફથી અજેન્દ્રપ્રસાદ સ્વામીના ટેકેદારો ચૂંટણી જીત્યા હતા. પાર્સદ બેઠક પર ન્યાલકરણ સ્વામીનો વિજય થયો હતો. સમગ્ર મંદિર પરિસરમાં નોમીની સભ્ય તરીકે રાજેશભાઈ માંગુકિયાને બિન હરીફ સભ્ય તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય પક્ષનો વિજય - victory
જૂનાગઢ: સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે યોજાયેલી ચૂંટણીના તમામ પરિણામો આજે જાહેર થયા છે. જેમાં મંદિરમાં આચાર્ય પક્ષની સત્તા ફરી વખત સ્થાપિત થતા આચાર્ય પક્ષના હરિભક્તોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો. તેમજ ચૂંટણીના પરિણામોને આવકાર્યા હતા.
મતગણતરી બાદ જાહેર કરવામાં આવેલા પરિણામોમાં દેવ પક્ષ તરફથી આચાર્ય અજેન્દ્ર પ્રસાદના ટેકેદારો તરીકે દેવનંદન સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીને વિજય મળ્યો હતો. આચાર્ય પક્ષ તરફથી રાકેશ પ્રસાદ સ્વામીના ટેકેદારો જાદવભાઈ, હીરાભાઈ, મગનભાઈ, મનજીભાઈ, નંદલાલભાઇ બામટા, રતિભાઈ અને ભાનુભાઈનો વિજય થયો હતો. જેને લઈને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર પર ફરી એક વખત આચાર્ય પક્ષ એટલે કે રાકેશ પ્રસાદ સ્વામીનો દબદબો કાયમ રહ્યો હતો અને ફરી એક વખત સમગ્ર મંદિર પરિસરને સત્તાનું સુકાન આચાર્ય પક્ષ એટલે કે રાકેશ પ્રસાદ સ્વામીના હાથમાં આવ્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતગણતરીના દિવસે ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. મતગણતરી થયા બાદ આચાર્ય પક્ષના હરિભક્તોએ તેમના તમામ ઉમેદવારોના વિજયને વધાવીને મંદિર પરિસરમાં વિજય ઉત્સવ મનાવ્યો હતો.
આજે સવારે આઠ વાગે શરૂ થયેલી મતગણતરી 12 કલાક સુધી ચાલી હતી અને રાત્રિના આઠ વાગ્યે તમામ પરિણામોની જાહેરાત નિમાયેલા ચૂંટણી અધિકારીઓએ કરીને સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી. જે રીતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો માહોલ હોય તેવો જ માહોલ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં પણ જોવા મળ્યો હતો. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અથવા તો ઉશ્કેરાટમાં કોઈ ન બનવાના બનાવો બને જેને લઇને જિલ્લા પોલીસ વડાએ પણ સમગ્ર મંદિર પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સવારથી લઈને સાંજ સુધી 12 કલાક જેટલી ચાલેલી પ્રક્રિયામાં અંતે પરિણામ જાહેર કરી દેવાતા મંદિર પરિસરમાંથી ધીમે-ધીમે હરિભક્તો અને પોલીસનો કાફલો તેમના રાહ પર પરત ફર્યો હતો.