ગુજરાત

gujarat

ETV Bharat / state

Gram Panchayat Election Result 2021: દેલવાડા ગ્રામ પંચાયતના રસપ્રદ ચૂંટણી જંગમાં વહુએ આપ્યો સાસુને કારમો પરાજય - ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ 2021

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની દેલવાડા ગ્રામ પંચાયતના(Gram Panchayat Election Result 2021) સૌથી રસપ્રદ ચૂંટણી પરિણામ રહ્યું છે. જ્યાં સાસુ-વહુના જંગમાં વહુએ રાજકીય અખાડામાં ગ્રામ પંચાયતની તમામ સદસ્યોની બેઠક પર તેમની પેનલના અને સરપંચ પદ પર વહુ પૂજા બાભણીયાનો ભવ્ય(Gram Panchayat Poll Results) વિજય થયો છે, તો બીજી તરફ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના ખંઢેરી ગામના સરપંચ રામસિંહ ચૌહાણ માત્ર એક મતે વિજેતા(Veraval Gram Panchayat Election Result 2021) બન્યા છે.

Gram Panchayat Election Result 2021: દેલવાડા ગ્રામ પંચાયતના રસપ્રદ ચૂંટણી જંગમાં વહુએ આપ્યો સાસુને કારમો પરાજય
Gram Panchayat Election Result 2021: દેલવાડા ગ્રામ પંચાયતના રસપ્રદ ચૂંટણી જંગમાં વહુએ આપ્યો સાસુને કારમો પરાજય

By

Published : Dec 22, 2021, 10:14 AM IST

જૂનાગઢઃ ગીર સોમનાથ જિલ્લાના દેલવાડા ગ્રામ પંચાયતમાં સૌરાષ્ટ્રનો સૌથી રસપ્રદ ચૂંટણી(Gram Panchayat Election Gir Somnath) જંગ ખેલાયો હતો. ગ્રામ પંચાયત પર કબ્જો કરવા માટે એક જ ઘરમાંથી સાસુ અને વહુ રાજકીય(Gram Panchayat Election Result 2021) અખાડામાં જોવા મળ્યા હતા .જેમાં ગઈકાલે રાત્રે એક વાગ્યાની આસપાસ પૂર્ણ થયેલી મતગણતરીના(Gram Panchayat Poll Results) અંતે દેલવાડા ગ્રામ પંચાયતના તમામ સભ્યો સાથે વહુ પૂજા બાંભણિયાએ તેમના સાસુને 1100 કરતા વધુ મતના અંતરથી કારમો પરાજય આપીને રાજકીય અખાડામાં તેનો દબદબો સિદ્ધ કર્યો હતો. જ્યાંથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી, ત્યારથી દેલવાડા ગ્રામ પંચાયતનો જંગ સમગ્ર પંથકમાં ભારે રસપ્રદ બન્યો હતો.

દેલવાડા ગ્રામ પંચાયતના તમામ વોર્ડની સાથે સરપંચ પદ પર વહુએ જમાવ્યો કબજો

દેલવાડા ગ્રામ પંચાયતના(Delwada Gram Panchayat Election Result) સરપંચ સાથે મળીને 16 વોર્ડ પર ચૂંટણી જંગ ખેલાયો હતો. જેના પરિણામોમાં તમામ 16 વોર્ડના સદસ્ય વિજેતા થયેલા પદનામિત સરપંચ પૂજા બાંભણિયાની(Vahu defeated his mother in law Election) પેનલના હોવાનું પણ બહાર આવ્યું છે. આમ દેલવાડા ગ્રામ પંચાયતના સરપંચ પદ થી લઈને તમામ વોર્ડના 16 સદસ્યોને ચૂંટણી જંગ વૈતરણી પાર કરાવવામાં વહુએ રાજકીય જંગ પછડાટ આપીને રાજકીય કારકિર્દી શરૂ કરવામાં સફળતા મેળવી છે.

વેરાવળ તાલુકાના ખંઢેરી ગામના ઉમેદવાર રામસિંહ ચૌહાણનો 1 મતે વિજય

મતગણતરીના કેટલાક પરિણામ હાર અને જીત પામેલા ઉમેદવારો માટે પર વિશેષ મહત્વ ધરાવે છે અને તેની ચર્ચાઓ સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખજુરી પીપરીયા ગામના પરાજિત ઉમેદવાર કાંતિ નિરંજનીને એક પણ મત મળ્યો ન હતો. આ પરીણામ સમગ્ર રાજ્યના ચૂંટણી પરિણામોમાં સૌથી ચર્ચાસ્પદ બની રહ્યું છે. તો બીજી તરફ વેરાવળના ખંઢેરી ગામના સરપંચ પદની ચૂંટણી(Veraval Gram Panchayat Election Result 2021) લડતા રામસિંહ ચૌહાણ માત્ર એક મતથી ચૂંટણી જંગમાં વિજય થયો છે.

આ પણ વાંચોઃ Gujarat Gram Panchayat Election Result 2021: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યાં અનોખા કિસ્સા, જાણો

આ પણ વાંચોઃ Gujarat Gram Panchayat election Result 2021: ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં AAPના ઉમેદવાર સરપંચ પદે વિજેતા

ABOUT THE AUTHOR

...view details