છેલ્લા એક અઠવાડિયાથી ગિરનાર પર્વત પર સતત વરસાદ વરસી રહ્યો છે. જંગલમાં જીવ જંતુઓનો ઉપદ્રવ વધી જવાથી વનરાજો સપાટ અને ચોખા ગિરનારના માર્ગો પર ચહલ પહલ કરતા જોવા મળી રહ્યા હતાં.
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં એક સાથે ચાર વનરાજો જોવા મળ્યા
જૂનાગઢઃ મધ્યરાત્રીના સમયે ભવનાથની તળેટીમાં એક સાથે ચાર વનરાજોનું એક ગ્રુપ આવી ચડ્યું હતું. આ વનરાજોનું ગ્રુપ ગિરિ તળેટીના અશોક શિલાલેખ નજીક જોવા મળતા,પસાર થતા વાહનચાલકોએ મોબાઇલના કેમેરામાં કેદ કર્યા હતાં.
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં એક સાથે ચાર વનરાજ જોવા મળ્યા
જે વિસ્તારમાં ચાર વનરાજોની ચહલ-પહલ કરી રહ્યા હતા, તે વિસ્તારમાં લોકો પણ રહેતા હતા, ત્યારે માનવ વસાહત ધરાવતા વિસ્તારમાં અચાનક સિંહ આવી જાય તે એક ચિંતાનો વિષય છે સદનસીબે વનરાજો માનવ વસાહતમાં કોઈપણ પ્રકારનો ખલેલ કર્યા વગર માત્ર અને માત્ર જંગલ પૂરતા જ મર્યાદિત રહીને ફરી પાછા તેમના નિર્ધારિત સ્થળ પર ચાલ્યા ગયા હોય તેવું જણાઈ આવે છે.