- કોંગ્રેસમાંથી ચૂંટાયેલા બે સભ્યોએ ધારણ કર્યો કેસરીયો ખેસ
- આગામી દિવસોમાં સ્થપાશે ભાજપનું શાસન
- ગળથ અને રાણપુર બેઠકના સભ્યો ભાજપમાં જોડાયા
- ચૂંટણી પરિણામો બાદ બહુમતીમાં જોવા મળતી કોંગ્રેસ ચૂંટણી પરિણામો બાદ લઘુમતીમાં મુકાઈ
જૂનાગઢ: જિલ્લાની ભેસાણ તાલુકા પંચાયતમાં મત ગણતરી પૂર્ણ થઈ હતી. જેમાં કોંગ્રેસ મત ગણતરીના અંતે બહુમતીને જોવા મળતી હતી, પરંતુ મતગણતરી પૂર્ણ થયાને ત્રણ દિવસ જેટલો સમય વિતતા મંગળવારે બહુમતીમાં જોવા મળતી કોંગ્રેસ શુક્રવારે ભેસાણ તાલુકા પંચાયતમાં લઘુમતીમાં મુકાતી જોવા મળી રહી છે. ભેસાણ તાલુકા પંચાયતના ગળથ અને રાણપુર 2 બેઠકના સદસ્યો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઈ જતા સત્તા સુધી પહોંચેલી કોંગ્રેસ હવે ભેસાણ તાલુકા પંચાયતમાં આગામી દિવસોમાં વિરોધમાં બેસશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો:જૂનાગઢની વંથલી તાલુકા પંચાયત કબજે કરવાનો BJPનો દાવો કોંગ્રેસે નકાર્યો