ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળના ઘેડ પંથકમાં ઓજતના પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ

જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઓજત નદી બે કાંઠે વહી રહી છે. ઓજત નદી પર જૂનાગઢ ઓજત બે ડેમ ઓવરફ્લો થયા છે. જેથી તેના 4 દરવાજા ખોલવાની સાથે જ માંગરોળ પંથકના ઘેડના ગામો ઓસાઘેડ, ફુલરામા, સાંઢા, સરમા, બગસરાઘેડ, લાંગડ સહીતના અનેક ગામો ઓજતનું પાણી આવતા ગામો બેટમાં ફેરવાયા છે.

etv bharat junagadh

By

Published : Aug 11, 2019, 11:16 PM IST

જૂનાગઢ જીલ્લામાં વરસેલા ભારે વરસાદથી ઓજત ડેમ ઓવરફોલ થયો છે. વરસાદના પાણીના કારણે ખેડુતોના ખેતરોને નુકસાન પહોચ્યું છે. હજારો એકર જમીનનું ધોવાણ થયું છે. ખેડૂતોએ ખતરોમાં હજારો એકરમાં મગફળીનું વાવેતર કર્યુ હતું. જે પણ મગફળીના વાવેતરનું પણ ધોવાણ થયું છે. જેથી માંગરોળ પંથકના ઘેડના 13 ગામોના ખેડુતો પાયમાલ થયા છે.

માંગરોળના ઘેડ પંથકમાં ઓજતના પાણી ખેતરમાં ફરી વળતા ખેડુતો પાયમાલ

ઓજતમાં ઉપરવાસમાં ડેમના દરવાજા ખોલવામાં આવે તો માંગરોળના ઘેડના 13 ગામો ઓજત નદીના કીનારા ઉપર આવેલ છે. જેથી ઓજત નદી છલકાય તો આ ઘેડ પંથકના ગામની જમીનનું ધોવાણ થઈ જાય છે. હાલ ખેડુતો સરકાર પાસે ધોવાણની વળતર મળવાની માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details