જૂનાગઢમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં સતત 1-2 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. સોમવારે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું તે આજે 41ડિગ્રીને પાર થઈ ગયુ છે. આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થાય તો લોકો આકરી ગરમીમાં શેકાશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 15 દિવસ પહેલા જે રીતે ગરમીનો રાઉન્ડ આવ્યો હતો તેમાં જૂનાગઢ શહેરનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જેથી લોકો ગરમીથી ચિંતિત બન્યા હતા. ત્યારે ફરી એક વખત તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતાં લોકો ફરી ચિંતામાં જોવા મળી રહ્યા છે. આકરી ગરમીને કારણે લોકો બપોરના સમય ઘરની બહાર જવાનું ટાળ્યું હતું અને ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.
ગરમીનો બીજો રાઉન્જ શરૂ, જૂનાગઢમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર - Gujarati news
જૂનાગઢઃ રાજ્યમાં ફરી વખત ગરમીએ જોર પકડ્યું છે. ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થઈ તેવું લાગી રહ્યું છે. જૂનાગઢમાં 15 દિવસ બાદ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થતાં લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યાં હતા. આકરી ગરમીને કારણે લોકોએ બહાર જવાનું ટાળીને ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું છે.
ગરમીનો બીજો રાઉન્જ શરુ
જોવા જઈએ તો, કેટલાક લોકો એવા પણ છે જેમને રોજગારી મેળવવા માટે બહાર જવું પડે છે. તેમાં પણ ખાસ કરીને રોડ પર બેસીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા લોકો ગરમીથી બચવા માટે છત્રી તેમના જ કપડાંની આડશ કરીને આકરા તાપથી બચતા જોવા મળી રહ્યા હતા. ગરમીના દિવસોમાં બરફની માંગ વધતા બરફના વેપાર પણ રોડ ઉપર થતો જોવા મળી રહ્યો હતો.