ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદ પડતાની સાથે જ ગીરનાર અને દાતાર પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્યા

જૂનાગઢ: શહેર અને જંગલ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ સર્જાયો છે. જેને લઇને દાતાર પર્વત પણ જાણે કે સોળે કળાએ ખીલતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

વરસાદ પડતાની સાથે જ ગીરનાર અને દાતાર પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્યા

By

Published : Jun 18, 2019, 8:36 PM IST

વરસાદી વાતાવરણમાં કુદરત પણ જુનાગઢ પર મહેર કરતી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ કુદરતની અમીદ્રષ્ટિ રૂપી વરસાદ વરસી રહ્યું છે. તો આ જ અમીદ્રષ્ટિના કારણે જુનાગઢમા આવેલો દાતાર પર્વત પણ ધીરે ધીરે સોળે કલાએ ખીલતો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.

વરસાદ પડતાની સાથે જ ગીરનાર અને દાતાર પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્યા
છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમયથી જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણ ખુશનુમા અને મનમોહક બની રહ્યું હતું. કુદરતની અમીદ્રષ્ટિ રૂપી વરસાદ ધરતી પર પડતાં જ ધરતી પણ પ્રફુલ્લિત થતી હોય તેવો અહેસાસ આજે જોવા મળ્યો હતો. જૂનાગઢ શહેરમાં આવેલ ગિરનાર અને દાતાર પર્વત પણ જાણે કે કુદરતની આ અમીદ્રષ્ટિનો સ્વીકાર કરતા હોય તેમ મનમોહક બની રહ્યા છે.વરસાદ પડતાની સાથે એકદમ સૂકાભટ્ટ અને ઉજ્જડ દેખાતા દાતાર પર્વત પર જાણે કે લીલોતરી રૂપી ચાદર ધીમે-ધીમે છવાતી જતી હોય તેવુ જોવા મળ્યું હતું. ઉનાળાની આકરી ગરમીમાં દાતાર પર્વત સૂકોભઠ્ઠ જોવા મળતો હતો. પરંતુ, કુદરતે વરસાવેલી અમીદ્રષ્ટિના ટીપાથી હવે આ દાતાર પર્વત ધીરે ધીરે તેની ભવ્યતા તરફ આગળ વધી રહ્યો છે. ચોમાસા દરમિયાન અહીં આવવું એક સુખદ અનુભવ પૂરો પાડે છે. અહીં, આવતાની સાથે જ કુદરતનો સાક્ષાત્કાર થતો હોય તેવો અહેસાસ થયા વિના રહે નહી સમગ્ર બાજુ જોવા મળતી વનરાજી લીલીછમ બની રહી છે. ત્યારે, દાતાર પર્વત પર ચોમાસા દરમિયાન કુદરતે નજીકથી માણવા માટે કુદરતી દ્વારા આપવામાં આવેલી આ અવિસ્મરણીય તકને જૂનાગઢવાસીઓ તેમની જાતને ધન્ય માની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details