ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત સરકાર ખેડૂત વિરોધી છે: પ્રદેશ કિસાન સેલ

જૂનાગઢઃ વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ગુજરાત વિધાનસભામાં ખાનગી વિધાયકના રૂપમાં પાક વીમા બીલને રજૂ કર્યું હતું, જેને ભાજપ શાસિત રાજ્ય સરકારે બહુમતીના જોરે ફગાવી દીધું હતું. જેને લઈ પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.

સરકારને ખેડૂત વિરોધી હોવાના કર્યા આક્ષેપ : પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષ

By

Published : Jul 12, 2019, 2:42 PM IST

વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ગુજરાત વિધાનસભામાં ખાનગી વિધાયકના રૂપમાં પાક વીમા બીલને રજૂ કર્યું હતું, જેને ભાજપ શાસિત રાજ્ય સરકારે બહુમતીના જોરે ફગાવી દીધું હતું. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ બિલને માત્ર એક રાજકીય નાટક ગણાવી વિરોધ કરીને વિધાનસભામાંથી આ બિલને ફગાવી દીધું હતુ. રાજ્ય સરકારના આવા ખેડૂત વિરોધી વલણ સામે પ્રદેશ કિસાન મોરચો પણ હરકતમાં આવ્યો છે.

સરકારને ખેડૂત વિરોધી હોવાના કર્યા આક્ષેપ : પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષ

તેમના કહેવા મુજબ રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે પાક વીમાની યોજના અને તેનુ પ્રારુપ નક્કી કરવામાં આવ્યુ છે, તેને લઈને પાક વીમાની 60 ટકા જેટલી રકમ ખાનગી કંપનીઓને મળશે ખેડૂતોને માત્ર 0.60 ટકા રકમ પાક વીમાના સ્વરૂપમાં પરત મળશે. આવી પરિસ્થિતિમાં રાજ્યના ખેડૂતની આવક કઈ રીતે બમણી કરી શકશે તેના પર શંકા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details