ગાંધી જયંતીએ સમગ્ર દેશમાં ખાદીની ખરીદી પર વિશેષ વળતર આપવામાં આવ્યું હતું. ત્યારે ખાદીની ખરીદી માટે ખૂબ મોટી સંખ્યામાં ખરીદદારો ખાદી ભંડારમા આવ્યા હતા. તેમજ અંદાજે 2000 જેટલા ખરીદારોએ ખાદી ભંડારની મુલાકાત લીઘી હતી. એક જ દિવસમાં 5.38 હજારની ખાદીનું વેચાણ થયું હતું.
ગાંધી જયંતી ખાદી ભંડારને ફળી ,6 લાખ રૂપિયાની ખાદીનું થયું વેચાણ - જુનાગઢ ખાદી ભંડાર
જૂનાગઢ : ગાંધી જયંતી ખાદી ભંડારને ફળી હોય તેવું જોવા મળી રહ્યું છે. ગઈકાલે એક જ દિવસમાં ખાદી ભંડારમાં 5 લાખ 38 હજાર કરતાં વધુની ખાદીની ખરીદી ગ્રાહકો દ્વારા કરવામાં આવી હતી. ગત વર્ષે ગાંધી જયંતીના દિવસે અંદાજિત 4 લાખ રૂપિયાની ખાદીનું વેચાણ થયું હતું. જેમાં આ વર્ષે 1 લાખનો વધારો થયો હતો.
જે જુનાગઢ ખાદી ભંડારના ઈતિહાસમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. આ વખતે ખરીદદારોની સંખ્યામાં બમણો વધારો થયો હતો. તેમાંય ખાસ કરીને મોદી કુર્તા એ જે પ્રકારે લોકોમાં આકર્ષણ ઉભું કર્યું છે. તેને લઈને મોદી કુર્તાની વિશેષ ખરીદી થઈ હતી. તો બીજી તરફ યુવાનો પણ હવે આધુનિક ફેશનમાં ખાદીને અપનાવતા થયા છે. ત્યારે ગઈકાલના દિવસે યુવા ગ્રાહકોએ પણ ખાદીની વિશેષ ખરીદી કરી હતી. નરેન્દ્ર મોદી દ્વારા ખાદી ફોર નેશનનો જે પ્રકારે પ્રચાર કરવામાં આવ્યો હતો. તેને હવે તમામ વર્ગના ગ્રાહકો સ્વીકારીને ખાદી તરફ આકર્ષિત થયા છે
.