જૂનાગઢઃ ધૂળેટીનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યોં છે. આજના દિવસે ભગવાન શ્રી હરિને ફુલ દ્વારા આચ્છાદિત હિંડોળા પર બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફૂલ દોલોત્સવ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સંપ્રદાયના સાધુ સંતો અને હરિભક્તોની હાજરીમાં આ મહોત્સવને સંપન્ન કરવામાં આવ્યો હતો.
જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ફૂલ દોલોત્સવ મહોત્સવ યોજાયો - ફુલ દોલોત્સવ ન્યૂઝ
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફૂલ દોલોત્સવ મહોત્સવને ખાસ મહત્વ આપવામાં આવે છે. આજે ધૂળેટીના પાવન પર્વને લઇને ફુલ દોલોત્સવ મહોત્સવ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને હરિભક્તોએ ભાગ લઈને ફૂલ દોલોત્સવ મહોત્સવને ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવ્યો હતો.
ભગવાન શ્રી હરીને આજે ફૂલોથી બનાવેલા હિંડોળા પર હીચકાવવામાં હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી હરિ આજના દિવસે કિશોર અવસ્થામાં ધરતી પર પ્રાગટ્ય થયું હતું. જેને લઈને આજે ફૂલ દોલોત્સવ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. ભગવાન શ્રી હરિને ખાસ વિશેષ આરતી પણ કરવામાં આવી હતી અને ખજૂર, ધાણી, દાળિયા, હારડા અને વિવિધ કલરનો નૈવેધ ધરાવવામાં આવ્યો હતો. આરતી બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભકતોએ ભગવાન સ્વામિનારાયણની સાથે ધૂળેટી રમીને આજના ફૂલ દોલોત્સવ મહોત્સવને ઉજવ્યો હતો.