ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં ફ્રેન્ચ યુવતીએ બનાવ્યા રોટલા, ભારતીય સંસ્કૃતિ થઈ પ્રભાવિત

જુનાગઢ: ગુજરાતીઓ પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતી ગોરીઓને પણ શરમાવે તેવું કામ વિદેશની ગોરા મેડમે કરી બતાવ્યુ છે. સાત સમંદર પારથી છેલ્લા દસ દિવસથી ગિરનારમાં આવીને રોકાયેલી ફ્રેન્ચ યુવતી મોર્ગને અસલ કાઠીયાવાડી બાજરીના રોટલા બનાવ્યા હતા. જેના પગલે જૂનાગઢવાસીઓનું મન જીતી લીધું હતુ.

ગોરી મેમને ચડ્યો ગુજરાતી રંગ

By

Published : Sep 27, 2019, 3:02 PM IST

જુનાગઢ આવેલી મોર્ગન અસલ દેશી કાઠીયાવાડી ઢબથી બાજરીના રોટલા બનાવતી નજરે પડી હતી. આ યુવતીને બાજરીના રોટલા બનાવતી જોઈને સૌ કોઈ અચંબામાં પડી ગયા હતા. પ્રથમ દ્રષ્ટિએ જોતા આ યુવતી બાજરીના રોટલા બનાવવામાં પારંગત હશે અને છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં રહેતી હશે તેવો સવાલ મનમાં ચોક્કસ ઉદ્ભવે, પરંતુ ના આ યુવતી માત્ર દશ દિવસથી ગુજરાતમાં છે અને તેનો આ બીજો ભારત પ્રવાસ છે. તેમ છતાં એક અસલ કાઠીયાવાડી મહિલાને છાજે તે રીતે રોટલા બનાવીને જોઈ સૌ મંત્રમુગ્ધ બની ગયા.

ગોરી મેમને ચડ્યો ગુજરાતી રંગ

મોર્ગને ઉત્સુકતાવશ બાજરીના રોટલા બનતા જોયા અને આવા જ રોટલા તે પણ બનાવી શકશે તેવો દ્રઢ મનોબળ સાથે નિશ્ચય કર્યો. માત્ર અને માત્ર બે જ દિવસના નિરીક્ષણ અને ત્યારબાદ દરરોજ બાજરીના પાંચ કરતાં વધુ રોટલા બનાવીને સૌ કોઈને વિચારતા કરી મુક્યા છે. ફ્રાંસમાં ઘણા ભારતીય પરિવારો આજે પણ રહે છે પરંતુ ત્યાં રોટલાનુ ચલણ બિલકુલ જોવા મળતું નથી. ફ્રાન્સમાં માત્ર બ્રેડની બનાવટ અને તેનો ઉપયોગ થાય છે ત્યારે જૂનાગઢ આવેલી મોર્ગને લાકડાના તાપ અને તેના ધુમાળાની વચ્ચે બેસીને અસલ કાઠીયાવાડી મહિલાની અદાથી જે પ્રકારે બાજરીના રોટલા બનાવ્યા છે તેને જોઈને એમ કહી શકાય કે મોર્ગન જન્મથી ફ્રેન્ચ છે પરંતુ તેના સંસ્કારો એક આદર્શ ભારતીય નારીને દીપાવે તેવા ચોક્કસ છે.

પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને આપણે પીઝા અને હોટ ડોગ પર સર્વસ્વ કુરબાન કરતા થયા છે ત્યારે હોટ ડોગ અને બર્ગરની સંસ્કૃતિમાં જન્મ લઈને ગુજરાત આવેલી આ મોર્ગન બાજરાના રોટલા ને એટલો પ્રેમ કરે છે કે આજે તે પોતાની જાતે બાજરાનો રોટલો બનાવીને સૌ કોઈને તેનો ટેસ્ટ કરાવવા માટે જાણે કે નિમંત્રણ આપતી હોય તેવો અહેસાસ થયા વગર રહી શકે ખરો......

ABOUT THE AUTHOR

...view details