જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી જગતનો તાત ઘેરાયો ઘેરી ચિંતામાં
જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં આજે મોડી સાંજે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે કમોસમી વરસાદ તૂટી પડયો હતો. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો તો અન્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો જેને લઇને જગત ચિંતામાં ગરકાવ થયો છે.
કમોસમી વરસાદથી જગતનો તાત ઘેરાયો ઘેરી ચિંતામાં
જૂનાગઢ : એક તરફ કોરોનાનો માર સમગ્ર દેશમાં પડી રહ્યો છે તો બીજી તરફ આજે કુદરતનો માર વરસાદ ના સ્વરૂપમાં જૂનાગઢ જિલ્લા પર પણ જોવા મળ્યો હતો. આજે બપોર બાદ મોડી સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો અને ચોમાસા જેવા માહોલનું સર્જન થયું હતું.