જુનાગઢ: વૈશ્વિક મહામારી બની ગયેલા કોરોનાના સંકટને ટાળવા સરકાર દ્રારા લોકડાઉન કરવામાં આવ્યુ છે.જેમાં રોજબરોજ કામ કરીને પોતાનું પુરૂ કરનાર લોકો મુશકેલીમાં મુકાયા છે. ત્યારે Etv Bharat અને જૂનાગઢની સામાજિક સંસ્થાએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં ૨૫૦ જેટલી ખીચડીની કીટ બનાવીને તેનું વિતરણ કર્યું હતું.
કોરોના કેહેર: Etv Bharat દ્વારા જૂનાગઢમાં ખીચડીની કીટનું વિતરણ કરવામાં આવ્યું - કોરોના વાયરસની અસર
વૈશ્વિક મહામારી બની ગયેલા કોરોનાના સંકટને ટાળવા સરકાર દ્રારા લોકડાઉન કરવામાં આવ્યુ છે.જેમાં રોજબરોજ કામ કરીને પોતાનું પુરૂ કરનાર લોકો મુશકેલીમાં મુકાયા છે. ત્યારે જૂનાગઢમાં જરૂરિયાત મંદ લોકોમાં Etv Bharat દ્રારા ૨૫૦ જેટલી ખીચડીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં રોજ કોરોના વાયરસના સંક્રમીત દર્દીઓની સંખ્યા વધી રહી છે. જયારે લોકડાઉનના કારણે ગરીબ અને મજૂર વર્ગના લોકોની રોજગારી બંધ હોવાથી તેમની દયનીય પરિસ્થિતી જોવા મળી રહી છે.જેને ધ્યાનમાં રાખીને Etv Bharat અને જૂનાગઢની સામાજિક સંસ્થાએ અંદાજિત ૫૦૦ કિલો ખીચડીનું વિતરણ મજુર અને ગરીબ પરિવારોમાં કર્યુ હતું.
સંકટની ઘડીમાં ઈટીવી અને ઇનાડુ ગ્રુપ સમગ્ર દેશમાં મદદ માટે વહારે આવતું રહ્યું છે અને જ્યારે પણ સમાજ સેવાની જરૂર પડે ત્યારે ઇનાડુ ગ્રુપ આગળ આવીને જરૂરિયાત મંદ લોકોની સેવા કરવાની તક ચૂકતુ નથી. ત્યારે વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોના વાયરસ ને પગલે જુનાગઢ કોર્પોરેશનના વોર્ડ નંબર 2ના અતિ પછાત અને મજુર વર્ગના લોકોમાં Etv Bharat અને જૂનાગઢની સામાજિક સંસ્થાએ ૨૫૦ જેટલી ખીચડીની કીટ બનાવીને તેનું વિતરણ કર્યું હતું.