ગુજરાત

gujarat

ETV Bharat / state

પર્યાવરણ પ્રેમી શિક્ષક: ધંધુસરના શિક્ષકે શાળાને બનાવી હરિયાળી, રાજ્યના શિક્ષણ વિભાગે લીધી નોંધ - news in junagadh

વંથલી તાલુકાના ધંધુસર ગામના યુવાન અને પર્યાવરણ પ્રેમી શિક્ષકે પાંચ વર્ષમાં શાળાને લીલીછમ બનાવી દીધી છે. આ શાળામાં ઔષધીથી લઈને ફળ, ફૂલ અને પર્યાવરણને ઉપયોગી કેટલાંક વૃક્ષનું વાવેતર કરીને ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાથી મુક્તિ મેળવવાના અભિયાનની શરૂઆત કરી છે.

junagadh
જૂનાગઢ

By

Published : Sep 5, 2020, 6:50 AM IST

જૂનાગઢ: જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામના યુવાન અને પર્યાવરણ પ્રેમી શિક્ષકે પાછલા પાંચ વર્ષમાં શાળામાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરીને શાળાને લીલીછમ અને હરિયાળી બનાવી દીધી છે. જેને લઇને શાળાની નોંધ રાજ્યના શિક્ષણ વિભાગે પણ લીધી છે. આજ શાળામાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જેતાભાઈ દિવરાણીયા અહીં શિક્ષક તરીકે નિમણૂક પામ્યા છે. ત્યારે શાળા અને શિક્ષકોનું ઋણ અદા થાય તેમજ પર્યાવરણમાં જે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, તેમાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ્ય સાથે શાળાને લીલીછમ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે.

આ શાળામાં ઔષધીય ફળ, ફૂલ અને છાંયડો આપવાની સાથે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકે તેવા વૃક્ષોનું વાવેતર કરીને આદર્શ શાળાની કક્ષામાં ધંધુસર પ્રાથમિક શાળાને આજે જોવામાં આવી રહી છે. આ શાળામાં 'પાણી બચાવો અભિયાન'ના પણ દર્શન થાય છે. જેમાં વરસાદનું પાણી શાળામાં એકઠું કરવામાં આવે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તેનો પીવાના પાણી તરીકે શાળાના બાળકો અને શિક્ષકો ઉપયોગ કરી રહ્યા છે. વળી ઝાડ દ્વારા જે કચરો થાય છે તેને કમ્પોસ્ટ ખાતરના રૂપમાં પરિવર્તિત કરીને શાળાના વૃક્ષોને પોષણ રૂપે આ ખાતર આપવામાં આવે છે.

ધંધુસરના પર્યાવરણ પ્રેમી શિક્ષકે શાળાને બનાવી હરિયાળી, રાજ્યના શિક્ષણ વિભાગે લીધી નોંધ
આ શાળાની પ્રત્યેક દિવાલ અને વર્ગખંડના ઓરડાઓ પણ બાળકોને સતત હકારાત્મક પ્રેરણા આપે તે પ્રકારના સૂત્રોથી જોવા મળી રહ્યા છે. દરેક શાળાના વર્ગખંડની દીવાલો પર વિદ્યાર્થીઓના અભ્યાસને લગતા કેટલાંક મહત્વના મુદ્દાઓનો આજીવન વિદ્યાર્થીઓ અધ્યયન કરી શકે તે પ્રકારે લખવામાં આવ્યા છે. તેમજ ભારતની પ્રાચીન પરંપરા અને કેટલીક વૈજ્ઞાનિક રમતોના નમૂના પણ સતત બાળકોની નજર સમક્ષ રહે તે પ્રકારે રાખવામાં આવ્યા છે. જેનો વિદ્યાર્થી કોઈપણ સમયે ઉપયોગ કરીને પોતાની ઇચ્છા શક્તિ મુજબ તેમનો અભ્યાસ કાર્યમાં ઉપયોગ કરીને શ્રેષ્ઠ શિક્ષણ મેળવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details