ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે સર્વ મનોકામના પૂર્ણ કરનારી કામિકા એકાદશીના પર્વને લઇને ભાવિકોએ ઉપવાસ વ્રત સાથે કર્યા દેવદર્શન - Devotees performed darshan

આજે છે સર્વ મનોકામના પૂર્ણ કરનારી કામિકા એકાદશી. અષાઢ માસના વદ પખવાડીયામાં આવતી એકાદશીને કામિકા એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ એકાદશી શ્રી હરિ વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. જેને લઇને આ એકાદશીનું ખાસ મહત્વ હિન્દુ ધર્મમાં જોવા મળે છે.

કામિકા એકાદશીના પર્વને લઇને ભાવિકોએ ઉપવાસ વ્રત સાથે કર્યા દેવદર્શન
કામિકા એકાદશીના પર્વને લઇને ભાવિકોએ ઉપવાસ વ્રત સાથે કર્યા દેવદર્શન

By

Published : Jul 16, 2020, 6:49 PM IST

જૂનાગઢ: આજે ગૂૂરુવારે સર્વ મનોકામના પૂર્ણ કરનારી કામિકા એકાદશીનું પર્વ છે. આજના દિવસે વ્રત અને ઉપવાસનુ ખાસ મહત્વ હિન્દુ ધર્મમાં આલેખવામાં આવ્યું છે. આજનું વ્રત કરનાર દરેક ભાગ દસમના દિવસે બપોરે ભોજન કર્યા બાદ અગિયારસના દિવસે સંપૂર્ણ ઉપવાસ રાખીને કામિકા એકાદશીનું વ્રત કરતા હોય છે. હિન્દુ કેલેન્ડરમાં વદ અને સુદ એમ બે પક્ષ હોય છે. જેને કારણે સમગ્ર વર્ષ દરમિયાન 24 અગિયારસ આવતી હોય છે, પરંતુ આ અગિયારસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. જેથી તેનું વિશેષ મહત્વ હિન્દુ ધર્મમાં આલેખવામાં આવ્યું છે.

દામોદર કુંડ
હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે આ એકાદશીને મૃત વ્યક્તિઓને સમર્પિત કરવામાં આવે તો તેમનો આત્મા તૃપ્ત થાય છે. જેના કારણે આજે લોકોએ એકાદશીનું વ્રત કરીને પવિત્ર ધાર્મિક જગ્યાઓમાં જઈ પૂજા અને પાઠ કરતા હોય છે, ત્યારે આજે ગુરુવારે દામોદર કુંડમાં પણ ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવીને જાણે કે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે તે માટે ભગવાન વિષ્ણુનું પૂજન કરીને કામિકા એકાદશીનું વ્રત કર્યું હતું. આ સાથે કોઈપણ મનોકામના પૂર્ણ ન થતી હોય તો વિષ્ણુ પાસે સંકલ્પ મૂકવામાં આવે તો મનવાંછિત ફળની પ્રાપ્તિ પણ આજના દિવસે થતી હોય છે માટે આજની એકાદશીનું ખૂબ જ ધાર્મિક મહત્વ આપણા હિન્દુધર્મમાં જોવા મળે છે.
કામિકા એકાદશીના પર્વને લઇને ભાવિકોએ ઉપવાસ વ્રત સાથે કર્યા દેવદર્શન

ABOUT THE AUTHOR

...view details