ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News: સોમનાથ ભાલકા તીર્થ પછી હવે રામ મંદિરના પણ ભક્તો કરી શકશે ઓનલાઇન દર્શન - Online Darshan of Ram Mandir

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે રામાયણ કથાકાર મોરારીબાપુની હાજરીમાં ટ્રસ્ટ સંચાલિત રામ મંદિરના પણ ઓનલાઈન દર્શન શરૂ કરાયા છે અગાઉ સોમનાથ ટ્રસ્ટના સોમનાથ મંદિર અને ભાલકાતીર્થ ક્ષેત્રના દર્શન પણ ભક્તોને ઓનલાઈન થઈ રહ્યા છે જેમાં આજે રામ મંદિરનો ઉમેરો કરવામાં આવ્યો છે.

Junagadh News: સોમનાથ ભાલકા તીર્થ પછી હવે રામ મંદિરના પણ ભક્તો કરી શકશે ઓનલાઇન દર્શન
Junagadh News: સોમનાથ ભાલકા તીર્થ પછી હવે રામ મંદિરના પણ ભક્તો કરી શકશે ઓનલાઇન દર્શન

By

Published : Feb 19, 2023, 7:33 PM IST

Junagadh News: સોમનાથ ભાલકા તીર્થ પછી હવે રામ મંદિરના પણ ભક્તો કરી શકશે ઓનલાઇન દર્શન

જુનાગઢ: સોમનાથમંદિર ટ્રસ્ટ દ્વારા આજથી ત્રિવેણી સંગમ કાંઠે આવેલા રામ મંદિરના ઓનલાઈન દર્શન ની સુવિધા પણ શરૂ કરાય છે આજે મંદિર પરિસરમાં રામાયણ કથાકાર મોરારીબાપુના હસ્તે રામ મંદિરના સોશિયલ મીડિયાના મારફતે ઓનલાઈન દર્શન સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રવીણ લહેરી યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને મોરારીબાપુ ના હસ્તે આજથી શરૂ થઈ રહેલી રામ મંદિરના ઓનલાઈન દર્શન ની સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી.

આ પણ વાંચો:Rajkot News: ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું હાર્ટએટેકથી થયું મોત

ઓનલાઈન દર્શન સુવિધા:આજથી વિધિવત રામ ભક્તો સોમનાથ નજીક આવેલા રામ મંદિરના દર્શન youtube facebook અને twitter ના માધ્યમથી પણ કરી શકશે કોઈ પણ ભાવિ ભક્ત રામમંદિરના દર્શન કરવા માટે ઈચ્છા ધરાવતા હોય અને તેઓ સોમનાથ ન આવી શકતા હોય તેવા તમામ દર્શકો માટે આજથી શરૂ થયેલી નવી ઓનલાઈન દર્શન સુવિધા ભારે સુવિધાજનક મનાય રહી છે.

આ પણ વાંચો:Ahmedabad Crime News : ગાંધીનગરના યુવકને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લેનાર બંટી બબલી ઝડપાયા

ભાલકા સોમનાથ બાદ રામ મંદિરના ઓનલાઈન દર્શન: પ્રભાસ તીર્થ ટ્રસ્ટ નીચે સોમનાથ અને પ્રભાસતીર્થ ક્ષેત્રમાં આવેલા અનેક મંદિરો જોવા મળે છે. જેમાં મુખ્ય મંદિર તરીકે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો ઉલ્લેખ થાય છે, ત્યારબાદ પ્રભાસતીર્થની ક્ષેત્રમાં આવેલા અને જ્યાં શ્રી હરિકૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો તેવા શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ મંદિરના દર્શન પણ થોડા જ દિવસો પૂર્વે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપલબ્ધ કરાવાયા છે, ત્યારે આજે રામ મંદિરના ઓનલાઈન દર્શનની સુવિધા પણ શરૂ કરાય છે.

સોશિયલ મીડિયા બન્યું માધ્યમ:સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેવાધિદેવ મહાદેવ શ્રી હરિકૃષ્ણ અને ત્યારબાદ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના દર્શનનો ઓન લાઈન લાભ મળી રહેશે આજની દર્શન સુવિધાથી હવે પ્રવાસ દિવસ ક્ષેત્રમાં અને સોમનાથ ટ્રસ્ટ નીચે આવતા સૌથી મોટા ત્રણ મંદિર એટલે કે સોમનાથ મહાદેવ ભાલકા તીર્થ અને રામ મંદિરના દર્શન આજથી સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો થકી ભાવી ભક્તો સુધી પહોંચાડવાનુ સોમનાથ ટ્રસ્ટે શરૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details