બાજરા સહિત જાડા ધાન્યો નો વપરાશ ઘટતા તેના વાવેતર અને ઉત્પાદનમાં જોવા મળ્યો ઘટાડો જૂનાગઢ: સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા વર્તમાન વર્ષને મીલેટ વર્ષ એટલે કે જાડા ધાન્યના વપરાશ અને તેના વાવેતરને પ્રાધાન્ય મળે તે માટે વિશેષ ઉજવણી કરવા માટે પસંદ કર્યું છે. ત્યારે આજે જૂનાગઢમાં પણ બાજરા સહિત જાડા ધાન્યોના વાવેતર અને તેના વપરાશને પ્રાધાન્ય મળે તે માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્ર જામનગર ખાતેના વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બાજરા સહિત જાડા ધાન્યો નો વપરાશ ઘટતા તેના વાવેતર અને ઉત્પાદનમાં જોવા મળ્યો ઘટાડો "પાછલા કેટલાક વર્ષોમાં અન્ય અનાજ અને ધાન્ય પાકોની સરખામણીએ બાજરાનું વાવેતર અને તેનો ઉપયોગ ઘટી રહ્યો છે. જેને કારણે બાજરાનું વાવેતર આજે ચિંતાજનક રીતે નીચે જોવા મળી રહ્યું છે. બાજરામાં સામેલ અનેક પોષક તત્વો કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વના હોય છે. પરંતુ વપરાશ ઘટતા તેનું વાવેતર ઘટ્યું જેને કારણે આજે ખૂબ જ અમૂલ્ય કહી શકાય તેવું બાજરો અને અન્ય જાડા ધાન્ય આપણા દૈનિક ઉપયોગમાંથી દૂર થતા રહ્યા છે. જેને ફરી પુનઃસ્થાપિત કરવા માટે વર્તમાન વર્ષને મીલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. તે અંતર્ગત આજનો આ કાર્યક્રમનું આયોજન થયું છે."-- ડો કે ડી મુગરા (બાજરા વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર)
પુષ્કળ પ્રમાણમાં સ્ત્રોત: વર્તમાન સમયમાં બાજરા સહિત જાડા ધાન્યના વપરાશ ઘટવાને કારણે તેનો વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે. તેને વધારવા માટે લોકો પણ બાજરા રાગી કાંગ સહિત જાડુ ધાન્ય દૈનિક ઉપયોગમાં શરૂ કરે તો પોષણક્ષમ માનવામાં આવતા બાજરા સહિત જાડા ધાન્ય જમીન આબોહવા અને વ્યક્તિની તંદુરસ્તી માટે પણ ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. બાજરો ખૂબ જ ઓછા પાણીએ થતો ધાન્ય પાક છે. સૂકા અને કેટલાક અર્ધ સૂકા પ્રદેશમાં પણ બાજરાનું વાવેતર અને તેનું ઉત્પાદન કરી શકાય છે. બાજરામાં પ્રોટીન અને ફાઇબરનો પુષ્કળ પ્રમાણમાં સ્ત્રોત જોવા મળે છે.
બાજરા સહિત જાડા ધાન્યો નો વપરાશ ઘટતા તેના વાવેતર અને ઉત્પાદનમાં જોવા મળ્યો ઘટાડો આશીર્વાદ સમાન: ગ્લુટેન મુક્ત હોવાથી તે સેલિયાક રોગોથી પીડાતા લોકોને પણ ફાયદાકારક માનવામાં આવે છે. બાજરામાં પોટેશિયમ મેગ્નેશિયમ જોવા મળે છે. જે બ્લડપ્રેશરને ઘટાડવામાં અને હૃદયની સાથે રક્તવાહિનીના આરોગ્યને જાળવવામાં ખૂબ જ મહત્વનો બને છે .બાજરામાં કેલેરી તેમજ અન્ય વિટામિન્સ ની સાથે ખનીજ અને એમિનો એસિડ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેથી તે નાના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ ખૂબ જ આશીર્વાદ સમાન માનવામાં આવે છે.
બાજરા સહિત જાડા ધાન્યો નો વપરાશ ઘટતા તેના વાવેતર અને ઉત્પાદનમાં જોવા મળ્યો ઘટાડો જાડા ધાન્ય ઊંચ તાપમાનમાં કારગર: બાજરો રાગી કાંગ સહિત અન્ય જાડા ધાન્ય ખૂબ જ મહત્વના એવા પોષક તત્વો ધરાવે છે. જેને કારણે પણ તેનો ઉપયોગ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. 42 થી 45 ડિગ્રી તાપમાન ની અંદર કોઈ પણ કૃષિ પાક ટકી શકતા નથી. જેની સામે બાજરો 45 ડિગ્રી તાપમાનમાં પણ સફળતાપૂર્વક વાવેતર અને તેનું ઉત્પાદન લઈ શકાય છે. જેથી બાજરો ગ્લોબલ વોર્મિંગ ની સ્થિતિમાં પણ ઘટાડો કરવાની સાથે જમીનને ઉપયોગી પણ બની રહે છે.
- Mahabat Maqbara : જૂનાગઢનો સદી જૂનો મહોબત મકબરો, એવી ધરોહર જેમાં છે અદ્ભૂત સ્થાપત્ય અને વારસો
- Junagadh News: રખડતા ઢોરના ત્રાસમાંથી જૂનાગઢ વાસીઓને મળી શકે છે મુક્તિ