ગુજરાત

gujarat

ETV Bharat / state

તુવેરકાંડ: કોંગી ધારાસભ્યે પુરવઠા વિભાગમાં રજૂઆત કરી તપાસની માગ કરી - Congress

જૂનાગઢ: કેશોદ માર્કેટીંગ યાર્ડમાં તુવેરમાં થયેલી ભેળસેળને લઈને, કોંગી ધારાસભ્ય દ્વારા જૂનાગઢના પુરવઠા વિભાગની ઓફિસમાં રજૂઆત કરી. સમગ્ર કૌભાડને લઈને જવાબદારોને છાવરવાની સરકારની નીતિ સામે રોષ ઠાલવીને મામલાની તટસ્થ તપાસ થાય તેવી માગ કરી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 26, 2019, 8:56 PM IST

કેશોદ માર્કેટીંગ યાર્ડમાંથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી તુવેરમાં મોટા પ્રમાણમાં ભેળસેળ બહાર આવતા ભારે ઉહાપોહ મચ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્ય સરકારના પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા પણ આવ્યા હતા. પુરવઠા નિગમના મેનેજીગ ડાયરેક્ટર મનીષ ભારદ્ધાજને સ્થળ પર તપાસ કરીને રિપોર્ટ કરવાની સૂચનાઓ આપવામાં આવતા જૂનાગઢ જિલ્લા કલેકટરની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી.

કેશોદમાં તુવેરકાંડને લઈને કોંગ્રેસ ધારાસભ્યે પુરવઠા વિભાગમાં રજૂઆત કરી

કેશોદમાં કરવામાં આવેલી મહામિલાવટને લઈને કોંગ્રેસ પણ હવે સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પુરવઠા નિગમની જૂનાગઢની કચેરીમાં જઈને સમગ્ર મામલે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને સમગ્ર મામલે યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તેમજ એક પણ આરોપીને સરકારના દબાણ નીચે છોડી મુકવામાં ના આવે તેવી તકેદારી રાખવાની તાકીદ કરી હતી.

ખેડૂતોના હિતમાં કોઈ પણ નિર્ણય પક્ષપાત ભર્યો કરવામાં ના આવે તેવી માગ પણ કરી હતી આ તકે સમગ્ર મામલાને ઉજાગર કરાવનાર કેશોદના ભરત લાડાણીએ પણ હાજરી આપીને તુવેરમાં કઈ કાળું છે પરંતુ તેને બહાર લાવવાની સરકારના અધિકારીઓને વિનંતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details