- જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું શુક્રવારે જનરલ બોર્ડ મળ્યું
- કોંગી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ અપશબ્દ કહેતા મામલો ખૂબ ઉગ્ર બન્યો
- મહિલા પોલીસની દરમિયાનગીરી બાદ મંજુલાબેનને બોર્ડમાંથી સસ્પેન્ડ કરાયા
અ પણ વાંચોઃ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને 62.30 લાખનું પુરાંતવાળુ બજેટ કર્યુ રજૂ
જૂનાગઢઃ શુક્રવારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021/ 2022નું સામાન્ય નાણાકીય અંદાજપત્ર બોર્ડ મળ્યું હતું. જેમાં બોર્ડની કાર્યવાહી એજન્ડા મુજબ શરૂ કરવામાં આવી હતી તેમાં તમામ કોર્પોરેટરોએ ચર્ચામાં ભાગ લીધો હતો. પરંતુ અચાનક કોઈ મુદ્દાને લઈને કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ અપશબ્દો બોલતા ભાજપના કોર્પોરેટરો પણ ઉગ્ર બની ગયા હતા. અપશબ્દો કહેનારા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા માફી માંગે અને તેમને જનરલ બોર્ડમાંથી દૂર કરવામાં આવે તેવી માંગ પર અડગ રહ્યા હતા. જેને ધ્યાને રાખીને જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલે પોલીસની મદદ લીધી હતી અને મહિલા પોલીસની હાજરીમાં મંજુલાબેન પરસાણાને બોર્ડમાંથી બહાર લઇ જવામાં આવ્યા હતા.