ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારત સંચાર નિગમના કર્મચારીઓનો પગાર ન થતા સૂત્રોચાર - Bsnl

જૂનાગઢ: દેશની સૌથી મોટી અને જૂની સંચાર નિગમ લિમિટેડમાં પણ કર્મચારીઓમાં કેન્દ્ર સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. જૂનાગઢ કચેરી ખાતે ઓગષ્ટ માસનો પગાર નહીં થતા કર્મચારીઓ દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને તેમનો પગાર કરવામાં આવે તેવી માંગ કરી છે.

etv bharat junagadh

By

Published : Sep 5, 2019, 4:53 AM IST

દેશની સૌથી જૂની અને સમગ્ર ભારતમાં ફેલાયેલી ભારત સંચાર નિગમ લિમિટેડમાં કર્મચારીઓ દ્વારા ગત ઓગસ્ટ માસનો પગાર નહીં થતા કેન્દ્ર સરકાર વિરુદ્ધ કચેરી પરિસરમા સૂત્રોચ્ચાર કરીને કેન્દ્ર સરકાર સામે વિરોધ કર્યો હતો. તો બીજી તરફ કર્મચારીઓએ તેમનો બાકી રહેલો ઓગષ્ટ માસનો પગાર જલ્દી ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. છેલ્લા કેટલાક સમયથી ભારત સંચાર નિગમ આર્થિક બદહાલીનો સામનો કરી રહ્યું છે. તેવા સમાચારો માધ્યમોમાં અવાર-નવાર આવી રહ્યા હતા.

દેશની સૌથી મોટી સંચાર નિગમ કંપનીઓ પણ મંદીની મારમાં આવી છે અને કંપની પાસે કર્મચારીઓના પગાર કરવા સુધીના રુપિયા ન હોવાની વિગતો મળી રહી છે. જેને લઇને કર્મચારીઓ દ્વારા કેન્દ્ર સરકાર સામે કચેરી પરિસરમાં સૂત્રોચ્ચાર કરીને તેમનો ઓગસ્ટ માસનો બાકી રહેલો પગાર તાકીદે સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details