- કોર ગૃપની બેઠક( core group meeting )માં લોકડાઉન અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા
- મુખ્યપ્રધાને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી
- જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેના પરિવારજનો સાથે રૂપાણીએ કરી મુલાકાત
- મુખ્યપ્રધાન રૂપાણી - ગુજરાતમાં લોકડાઉનને લઈને કોર ગૃપની બેઠક બાદ લેવાશે નિર્ણય
જૂનાગઢ : મુખ્યપ્રધાન વિજય રૂપાણી મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાતના પ્રથમ તબક્કામાં વિજય રૂપાણી સીધા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને સારવાર લઈ રહેલા દર્દીના પરિજનો અને દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં દર્દીઓને પડી રહેલી મુશ્કેલીઓ તેમજ સિવિલ હોસ્પિટલમાં થઈ રહેલી સારવારને અંગે પરિવારજનો અને દર્દીઓના પ્રતિભાવો જાણ્યા હતા. જેનાથી રૂપાણી ખૂબ જ સંતુષ્ટ થયેલા જોવા મળતા હતા.
આ પણ વાંચો -દામોદર કુંડમાં ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો આવ્યા સામે
વિજય રૂપાણીએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજી
જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અન્ય સુવિધાઓ અંગે પણ રૂપાણીએ જાત તપાસ કરી હતી. જ્યાં તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાઓ અંગે નિરીક્ષણ કર્યું હતું. જેમાં ક્ષતિઓ જોવા મળતા તેને સુધારવા માટે રૂપાણીએ અધિકારીને આદેશ પણ કર્યા હતા. વિજય રૂપાણીએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી.
આ પણ વાંચો -વ્યાપારિક સંકુલોને બંધ કરવાના સરકારના નિર્ણયને જૂનાગઢના વેપારીઓએ આપ્યું સમર્થન
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને કોરોના સંક્રમણને લઈને તમામ તકેદારી રાખવા મુખ્યપ્રધાને કર્યો આદેશ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત પૂર્ણ કર્યા બાદ જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કોરોના સંક્રમણને લઈને ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણને લઈને જિલ્લા કલેક્ટરે મુખ્યપ્રધાને રૂપાણીને અત્યાર સુધી કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અંગે માહિતી પૂરી પાડી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ પણ જોડાયા હતા. વહીવટી તેમજ આરોગ્યલક્ષી જે કંઈ પણ ઉણપ છે, તેને પૂરી કરવા માટે જૂનાગઢ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આદેશ કર્યો હતો અને કોઈ પણ ખૂટતી કડી માટે રાજ્ય સરકાર તેમની મદદે સતત જોવા મળશે, એવો ભરોસો પણ જિલ્લાના અધિકારીઓને અપાવ્યો હતો.