ગુજરાત

gujarat

ETV Bharat / state

ન્યાય માટે જાણીતા શનિ દેવની જંયતિ નિમિત્તે જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપુર

જૂનાગઢઃ સોમવાર અને અમાસના પાવન પ્રસંગે જૂનાગઢના ભવનાથ સ્થિત શનિ મંદિરમાં શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પૂજા અર્ચના કરીને પોતાના કર્મો શ્રેષ્ઠ થાય અને બધા કષ્ટો દૂર થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી.

ન્યાય માટે જાણીતા એવા શનિ દેવની જંયતિ નિમિત્તે ભક્તો દ્વારા ઉજવણી

By

Published : Jun 3, 2019, 4:26 PM IST

ભારતએ ધાર્મિક ભૂમી છે. ત્યારે સોમવતી અમાસના દિવસે આવી રહેલી શનિ જંયતિનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. આ ઉપરાંત ન્યાય માટે પણ તેઓ જાણીતા છે. આજના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી પરિવાર પર આવેલા કષ્ટો દૂર થાય છે તેમજ તેનું નિરાકરણ કરશે તેવી આસ્થા સાથે શની જંયતિની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે શનિ ભક્તો દ્વારા ભગવાન શિવ ઉપર વિવિધ નૌવેધનો અભિષેક કરીને શનિ જંયતિની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે યજ્ઞને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે ત્યારે આજે શનિ મંદિરમાં પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને યજ્ઞમાં આહુતિઓ પણ આપવામાં આવી હતી.

ન્યાય માટે જાણીતા એવા શનિ દેવની જંયતિ નિમિત્તે ભક્તો દ્વારા ઉજવણી

ABOUT THE AUTHOR

...view details