ટેકનોલોજીના આધુનિક સમયમાં પણ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. દેશી ઢબનો જૂનાગઢ મનપાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષના ઉમેદવારો દરેક ઘર અને પ્રત્યેક મતદાર સુધી માટે તેમના પક્ષ અને ઉમેદવારનો પ્રચાર હાથલારીના માધ્યમ દ્વારા કરી રહ્યાં છે.
ચૂંટણી પ્રચારમાં હાથ લારીનો ઉપયોગ કરીને ઉમેદવારો કરી રહ્યા છે,પ્રચાર જૂનાગઢ મનપાની ચૂંટણીના પ્રચાર આડે હવે માત્ર ગણતરીના કલાકો છે. ત્યારે ટેક્નોલોજીની દ્રષ્ટિએ આધુનિક કહી શકાય તેવા આ સમયમાં પણ ચૂંટણી પ્રચાર માટે વિવિધ રાજકીય પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારો દ્વારા દેશી ઢબના માધ્યમથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, NCP અને સ્વતંત્ર ઉમેદવારો તેમનો પ્રચાર હાથ લારી દ્વારા કરી રહ્યાં છે.
આધુનિક સમયમાં ટેક્નોલોજીનો વ્યાપ વધતા પ્રચાર માધ્યમોમાં પણ ટેકનોલોજીની બોલબાલા વધી રહી છે. દરેક રાજકીય પક્ષ તેનો ચૂંટણી પ્રચાર આધુનિક ઢબથી કરવા માટે આગળ ચાલી રહ્યા છે. પાછલી લોકસભાની ચૂંટણી પ્રચારની જ વાત કરીએ તો આ ચૂંટણીમાં પણ આધુનિક ઢબે અને ટેકનોલોજીના માધ્યમથી ખૂબ પ્રચાર કરવામાં આવ્યો હતો. જેમાં દરેક રાજકીય પક્ષને થોડે ઘણે અંશે સફળતા પણ મળી છે.
આજે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમો ફેસબુક, વ્હોટ્સ ઍપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા માધ્યમો માહિતી અને સંદેશાની આપ-લે કરવા માટે ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે. તેવા સમયે પણ જૂના સમયમાં પ્રચારનો એક સાધન ગણાતી હાથ લારી આજે પણ તેનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખૂબ ઓછા મતદારોના મતથી હાર-જીત નક્કી થતી હોય છે. ત્યારે દરેક રાજકીય પક્ષ તેમજ સ્વતંત્ર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો તેમના દરેક મતદારો સુધી આસાનીથી પહોંચી શકે તેમજ તેનો અને તેના પક્ષનો પ્રચાર અસરકારક રીતે કરી શકે તે માટે પ્રચારના એક માધ્યમ તરીકે હાથ લારીનો ઉપયોગ કરી રહ્યાં છે.