ગુજરાત

gujarat

ETV Bharat / state

નાળિયેરી પૂનમના દિવસે બ્રહ્મસમાજે ધારણ કરી નવી જનોઇ

જૂનાગઢ : તહેવારોમાં ત્રિવેણી સંગમ થયો હતો. દેશનું સ્વતંત્ર પર્વ સાથે રક્ષાબંધન અને નારિયેળી પૂર્ણિમાનો અનોખો ત્રિવેણી સંગમ થયો હતો. એક તરફ દેશ 73માં સ્વાતંત્ર પર્વની ભારે આસ્થા સાથે ઉજવણી કરી રહી હતી. તો બીજી તરફ ભાઇ અને બહેનના પવિત્ર સંબંધ સમાન રક્ષાબંધનનું પર્વ પણ ઉજવવામાં આવ્યુ હતુ. પુનમના પાવન દિવસે ભૂદેવો દ્વારા જનોઈ બદલવાની પ્રાચીન સમયથી ચાલતી આવતી આ પરંપરા પણ જોવા મળી હતી. જૂનાગઢ જિલ્લાના ભૂદવો જનોઇ બદલી અને નવી ધારણ કરી હતી.

જનોઈ

By

Published : Aug 16, 2019, 6:17 AM IST

જૂનાગઢની ગીરી તળેટીમાં આવેલા અતિ પ્રાચીન દામોદર કુંડમાં વહેલી સવારથી જ ભૂદેવો દ્વારા વિવિધ ધાર્મિક વિધિ વિધાન સાથે નવી જનોઇ ધારણ કરવાનો પ્રક્રિયા શરૂ કરી હતી. દામોદર કુંડ ખાતે ઉપસ્થિત ભૂદેવોએ શાસ્ત્ર વિધિ અને મંત્રોચાર સાથે જનોઈનુ પૂજન કર્યું હતું અને પવિત્ર દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને નવી જનોઈ ધારણ કરી હતી. વર્ષમાં એક વખત સમગ્ર વિશ્વના ભૂદેવો આ દિવસે ધાર્મિક વિધી વિધાન સાથે નવી જનોઈ ધારણ કરતા હોય છે.

નાળિયેરી પૂનમના દિવસે બ્રહ્મસમાજે ધારણ કરી નવી જનોઇ,etv bharat

ABOUT THE AUTHOR

...view details