જૂનાગઢ: શહેેરના રેડક્રોસ હોલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં દરરોજ સરેરાશ 30 થી લઈને 40 જેટલા કોરોના સંક્રમણના કેસો બહાર આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કેટલાંક દર્દીઓ ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે. ત્યારે આવા દર્દીઓને લોહીની જરૂરીયાત પૂરી પાડી શકાય તેમજ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં લોહીની તંગી ન ઉભી થાય તેવા ઉમદા આશય સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો.
જૂનાગઢમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું - જૂનાગઢ કોરોના
જૂનાગઢના રેડક્રોસ હોલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કોઈ પણ દર્દીને આકસ્મિક લોહીની જરૂરિયાત પડે તો તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર લોહી મળી શકે તેવા ઉદ્દેશ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાનમાં જેને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, તેવું રક્તદાન કોઈપણ વ્યક્તિની મહામૂલી જિંદગીને બચાવવા માટે પૂરતું છે. ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં રક્તદાન કરવા માટે જૂનાગઢના સેવાભાવી લોકો આગળ આવ્યા હતા. તેમજ રક્તદાન થકી પણ જો કોરોના જેવી વૈશ્વિક મહામારી પર કાબૂ મેળવી શકાય તેના માટે અથાગ પ્રયત્નો પણ કર્યા હતા. સામાન્ય પરિસ્થિતિમાં લોકો લોહીની એક બોટલ માટે પણ ખૂબ જ ચિંતિત બનીને પરિશ્રમ કરતા હોય છે. ત્યારે મહામારીના આ સમયમાં કોઈ પણ દર્દીને લોહીની જરૂરિયાત ઉભી ન થાય અને આકસ્મિક પરિસ્થિતિમાં દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર લોહી પૂરું પાડી શકાય તેવા ઉમદા આશય સાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જૂનાગઢના રકતદાતાઓએ ખૂબ જ સારો સહકાર આપીને રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં તેમનુ મહામૂલું યોગદાન આપ્યું હતું.