આ સભામાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહીત ભાજપના આગેવાન ધારાસભ્ય સહીત લોકોએ હાજરી આપી હતી. તાજેતરમાં કોગ્રેસ માંથી છેડો ફાડી ભાજપમા જોડાયેલા કાર્યકર્તાઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
માંગરોળમાં ભાજપની જાહેર સભા , કુંવરજી બાવળીયા હાજર - election
જુનાગઢઃ ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓ પ્રચાર માટે મેદાને ઉતરતા જાય છે. પોરબંદરના ઉમેદવાર રમેશભાઈ ધડુકના સમર્થનમાં જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ખરેડા ગામે ભાજપની સભા યોજાઈ હતી.
સ્પોટ ફોટો
કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયો દ્રારા વિકાસને લઈ ભાજપના ભરભેટ વખાણ કર્યા હતા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. ઉલ્લેખનિય છે કે માંગરોળમાં મોટાભાગના ધારાસભ્યો કોંગ્રેસના છે ત્યારે ભાજપ આ સીટ પોતાના ખાતામાં નાખવા માટે કમર કસી રહ્યું છે તે જોતા ચૂંટણીનો રંગ ખરાખરીનો જામ્યો હોય તેવું દેખાય રહ્યું છે.