જૂનાગઢઃ છેલ્લા 42 દિવસથી કોરોના સામેની લડાઈમાં લડીને વિજેતા બનતો આવતો જૂનાગઢ જિલ્લો બે સંક્રમિત દર્દીઓની હાજરીથી કોરોના સામે હારી ગયો છે. જિલ્લાના ભેસાણમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને તેના સહાયકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભેસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રને જિલ્લા વહીવટીતંત્ર પોલીસ અને આરોગ્યની ટીમે સીલ કરી દઈને સેનિટાઇઝ સહિતની કામગીરી હાથ ધરી છે.
જૂનાગઢના ભેસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બે કેસ પોઝિટિવ આવતા આરોગ્ય કેન્દ્ર કબ્જે લેવાયું
મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણના સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને તેના સહાયકનો કોરોના સંક્રમિત રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યની ટીમે સામૂહિક આરોગ્ય કેન્દ્રનો કબ્જો લઈને સેનીટાઈઝ સહિતની કામગીરી હાથ ધરી છે.
જૂનાગઢના ભેસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બે કેસ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્ર કબ્જે લેવાયું
આગામી બે દિવસ સુધી ભેસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બંધ રહેશે તેમજ જે કોઈ પણ વ્યક્તિ કે દર્દીઓ તબીબ અને તેના સહાયકના સંપર્કમાં આવ્યા હશે. તે તમામની સામૂહિક ધોરણે તબીબી ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ પણ વ્યક્તિ કે દર્દીઓમાં કોરોનાના કોઈપણ લક્ષણો જોવા મળશે તો તેવા તમામ લોકોને કોવિડ-19 અંતર્ગત હોસ્પિટલમાં કોરેન્ટાઈન કરીને સારવાર આપવામાં આવશે.