માણાવદર બેઠકના NCP ઉમેદવાર રેશમા પટેલ આજે પ્રચાર માટે વંથલી ગામમાં પહોંચ્યા હતા. જે દરમિયાન અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. રેશ્મા પેટલને સારવાર માટે વંથલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો ભાજપના કાર્યકર્તાઓ કર્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
વંથલીમાં રેશ્મા પટેલ પર આજાણ્યા શખ્સોએ કર્યો હુમલો - JND
જૂનાગઢ: ગુજરાતની 26 લોકસભાની બેઠકો સાથે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ મતદાન થશે. માણાવદર બેઠક પર NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ રેશ્મા પટેલને મેદાનમાં ઉતારતા ત્રિપાંખીયો જંગ જોવા મળશે.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. જેથી પેટાચૂંટણી યોજાઈ રહી છે. રેશ્મા પટેલ પાટીદાર અનામત આંદોલનમાંથી ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. હમણાં જ ભાજપમાં રાજીનામું આપી રેશમા પટેલ NCPમાં જોડાયા છે અને માણાવદરની પેટાચૂંટણી લડી રહ્યા છે.