અપીલિંગ બેબી ડાન્સઃ જૂનાગઢના બાળકોએ કોરોનાના ચેપથી બચવા કરી અપીલ - જૂનાગઢ
જૂનાગઢના બાળ કલાકારોએ તેમની કલાના માધ્યમથી લોકોને કોરોના સંક્રમણથી બચવા અપીલ કરી હતી. જૂનાગઢમાં પણ કોરોના સંક્રમિત કેસની સંખ્યા જોવા મળતા બાળ કલાકારોએ મોટેરાંઓને સંક્રમણથી બચવા કલાના માધ્યમથી અપીલ કરી હતી.
અપીલિંગ બેબી ડાન્સઃ જૂનાગઢના બાળકોએ કોરોનાના ચેપથી બચવા કરી અપીલ
જૂનાગઢઃ કોરોના વાઇરસ સામેની લડાઇમાં નાના બાળકો પણ આગવી ઢબે વોરિયર્સ બની રહ્યાં છે. જે પ્રકારે જૂનાગઢ શહેર અને જિલ્લો છેલ્લા ૪૫ દિવસ સુધી વાઈરસના ચેપથી બચીને રહ્યા હતા. તે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસના ચેપના ત્રણ કેસ મળી આવ્યાં છે. કોરોનાના પગપેસારાને લઇને જૂનાગઢના બાળ કલાકારો ચિંતીત બન્યાં છે અને પોતાની કલાના માધ્યમથી મોટેરાંઓને કોરોનાના ચેપથી કઇ રીતે બચી શકે તેની સમજ આપતા ડાન્સ સાથે ભાવુક અપીલ કરી હતી.