જૂનાગઢમાં પણ નાગરિકતા બિલનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેરના સામાજિક અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કેન્દ્રીય સરકાર દ્વારા નાગરિકતા બિલને મંજૂરી આપી હતી. તેને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ બિલ ભારતીય બંધારણની વિરુદ્ધમાં હોવાનું જણાવીને તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જૂનાગઢમાં નાગરિકતા બિલના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર - જૂનાગઢમાં નાગરિકતા કાયદાનો વિરોધ
જૂનાગઢ : કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નાગરિકતા બિલનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધમાં જોડાતા જૂનાગઢના સામાજિક અગ્રણીઓએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને નાગરિકતા બિલને પરત લેવાની માગ કરી હતી. તેમજ ધર્મ નિરપેક્ષ દેશમાં આવો કાયદો અસ્વીકાર્ય હોવાનું જણાવ્યું હતું.
જૂનાગઢ
ભારતીય બંધારણમાં દરેક ધર્મ અને જાતિને જે સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેને લઈને નાગરિકતા બિલ ધાર્મિક અને સામાજિક દુષ્પ્રેરણા ફેલાવી રહ્યું છે. આવો કાયદો ભારત જેવા ધર્મ નિરપેક્ષ દેશ માટે ખુબજ હાનિકારક હોવાનું જણાવીને તેને પરત લેવાની માગ કરી હતી.