ગુજરાત

gujarat

ETV Bharat / state

શાહનું મિશન સૌરાષ્ટ્ર, આવતીકાલે સોમનાથમાં યોજાશે મનોમંથન ચિંતન શિબિર - Aam Aadmi Party Gujarat

સોમનાથ ખાતે 25 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર કક્ષાના ભાજપના નેતાઓની મનોમંથન ચિંતન શિબિર (BJP Chintan Shivir in Somnath) યોજાશે. અહીં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister), મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (CR Patil) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સાથે જ અહીં સૌરાષ્ટ્રમાં ભાજપની વ્યૂહરચના અંગે પણ (gujarat bjp news) ચર્ચા થશે.

શાહનું મિશન સૌરાષ્ટ્ર, આવતીકાલે સોમનાથમાં યોજાશે મનોમંથન ચિંતન શિબિર
શાહનું મિશન સૌરાષ્ટ્ર, આવતીકાલે સોમનાથમાં યોજાશે મનોમંથન ચિંતન શિબિર

By

Published : Oct 24, 2022, 8:46 AM IST

જૂનાગઢવિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપ પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. ત્યારે હવે સોમનાથ ખાતે 25 ઓક્ટોબરે (મંગળવારે) સૌરાષ્ટ્ર કક્ષાના ભાજપની મનોમંથન ચિંતન શિબિર (BJP Chintan Shivir in Somnath) યોજાશે, જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

સૌરાષ્ટ્રભરના નેતાઓ રહેશે ઉપસ્થિત આ બેઠકમાં (BJP Chintan Shivir in Somnath) સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) ભાજપનો દેખાવ ગત વિધાનસભાના પરિણામો કરતા ખૂબ સારો રહે તે અંગે ચર્ચા કરાશે. સાથે જ સૌરાષ્ટ્રભરના ભાજપના આગેવાનો, ધારાસભ્યો પક્ષના અગ્રણી કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે એક દિવસની મનોમંથન બેઠકનું આયોજન થયું છે, જે આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં (gujarat bjp news) આવે છે.

CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ રહેશે ઉપસ્થિત

સોમનાથમાં થશે ભાજપની સૌરાષ્ટ્ર કક્ષાની મનોમંથન બેઠકસોમનાથ ખાતે યોજાનારી આ બેઠકમાં (BJP Chintan Shivir in Somnath) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (CR Patil), ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ, અગ્રણી નેતાઓ, ધારાસભ્યો, સાંસદો સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓને લઈને આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં (gujarat bjp news) આવી રહી છે.

અંતિમ નિષ્કર્ષ પર આવવા બેઠકનું આયોજન આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) લઈને ગુજરાતમાં 4 ઝોનમાં ભાજપ ક્રમબદ્ધ રીતે ચિંતન અને મનોમંથન બેઠકનું આયોજન (gujarat bjp news) કરી રહી છે. તે મુજબ સમગ્ર સૌરાષ્ટ્રના કાર્યકરો અને ધારાસભ્ય તેમ જ પક્ષના અગ્રણી નેતાઓ આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીની રણનીતિને લઈને કોઈ અંતિમ નિષ્કર્ષ પર આવી શકાય તેને ધ્યાને રાખીને સૌરાષ્ટ્ર કક્ષાના મનોમંથન બેઠકનું આયોજન કરાયું છે.

સૌરાષ્ટ્ર માટે ભાજપનું આ સંમેલન ખૂબ મહત્વનું ભાજપનીગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) ભાજપને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ખાસ કરીને ગામડાઓ આધારિત વિધાનસભા બેઠકમાં ખૂબ મોટું નુકસાન થયું હતું. તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના મહાસંમેલનનું સ્થળ સોમનાથ પસંદ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જૂનાગઢ. ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની 14 બેઠકો પૈકી એકમાત્ર કેશોદ બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટણી જીતીને ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા. તો અન્ય 13 બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો.

ભાજપના અગ્રણીઓ આપશે જીતવાનો મંત્ર તેને ધ્યાનમાં રાખીને આ વર્ષે કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય અને જે બેઠકો કૉંગ્રેસ પાસે છે. તેને કઈ રીતે પરત ભાજપ મેળવી શકે તેને લઈને આ સંમેલન ખૂબ જ મહત્વનું (BJP Chintan Shivir in Somnath) માનવામાં આવે છે. તેમ જ આગામી ચૂંટણીને ધ્યાને રાખીને આ સંમેલનમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister), મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (CR Patil) સૌરાષ્ટ્રભરના તમામ કાર્યકરોને ચૂંટણી જીતવાનો મંત્ર આપશે તેવું નકારી શકાય તેમ નથી.

AAP અંગે થશે ચર્ચા આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) આ વર્ષે પ્રથમ વખત રાજ્ય વિધાનસભાની તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. તે મુજબ તેમણે કેટલીક બેઠકોના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. તેને લઈને પણ ભાજપના આ સંમેલનમાં ચોક્કસપણે રાજકીય ચર્ચાઓ થશે. અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાતો હતો, પરંતુ આ વર્ષે ત્રીજા રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીનો પણ ગુજરાતના રાજકારણમાં સીધો અને સક્રિય પ્રવેશ થયો છે. બીજી તરફ કેન્દ્રિય ગૃહપ્રધાનને ભાજપના ચૂંટણી રણનીતિકાર ચાણક્યની ભૂમિકામાં માનવામાં આવે છે. ત્યારે હવે તેઓ સ્વયં આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. એટલે આ બેઠકનું વજન વધી ગયું છે.

રાજકીય વિશ્લેષકો પણ સોમનાથના સંમેલનને ગણે છે ખૂબ મહત્વનુંસોમનાથ ખાતે આયોજિત ભાજપનું સૌરાષ્ટ્ર કક્ષાનું સંમેલન (BJP Chintan Shivir in Somnath) ભાજપ માટે જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના રાજકારણ માટે પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષક ધીરૂ પૂરોહિત પણ આ સંમેલનને રાજકીય દ્રષ્ટિએ અને ખાસ કરીને ભાજપ માટે ખૂબ મહત્વનું ગણાવી રહ્યા છે. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) ભાજપને ખૂબ મોટું નુકસાન સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગામડાઓની બેઠક પર થયું હતું. તેને લઈને આ સંમેલન ભાજપ માટે ખૂબ મહત્વ રાખી રહ્યુ છે.

ગામડાની બેઠકો પર નજર ગામડાની વિધાનસભા બેઠકો કઈ રીતે જીતી શકાય તેને લઈને કોઈ ગુરૂ મંત્ર કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) અને સી.આર પાટીલ (CR Patil) ભાજપના કાર્યકરોને ચોક્કસ આપશે, પરંતુ ચૂંટણી મેદાનમાં ગુરૂ મંત્ર કેવો કેટલો અને ક્યારે ઉપયોગી થયો છે. તે ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થશે, પરંતુ જે રીતે ભાજપે સૌરાષ્ટ્ર કક્ષાનું સંમેલન સોમનાથ ખાતે આયોજિત કરીને સ્પષ્ટ ઈશારો કર્યો છે કે, સૌરાષ્ટ્રની નબળી ગણાતી બેઠક જીતવા માટે ભાજપ એડી ચોટીનુ જોર લગાવવા માટે પણ તૈયાર છે અને તેના પરિણામે જ સૌરાષ્ટ્ર કક્ષાનુ આ સંમેલન આયોજિત થયું છે.

ABOUT THE AUTHOR

...view details