ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢ માંગરોળ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોનો હોબાળો

જુનાગઢઃ જિલ્લાના માંગરોળ માર્કેટીંગ યાર્ડ ખાતે ચણાની ખરીદી બંધ થતા ખેડુતોએ હોબાળો કર્યો હતો. ખેડુતોને પોતાના ચણાનું આખું ટ્રેકટર નીચે ઠાલવીને નમુના લેતા ખેડુતોએ વિરોધ કરતા મામલો તંગ બન્યો હતો. આખરે પોલીસે ધટના સ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો.

સ્પોટ ફોટો

By

Published : May 11, 2019, 9:36 AM IST

ખાસ કરીને જોઇએ તો હાલ ચણાની ખરીદી શરૂ કરાઇ છે અને ખેડુતો પોતાનો માલ લઈને માર્કેટીંગ યાર્ડ ખાતે વેચાણ કરવા આવી રહ્યાં છે ત્યારે શનીવારે માંગરોળ ખાતે ખેડુતો સવારે ચાર વાગ્યાથી લાઇનો લગાવીને ઉભા હતા પરંતુ, યાર્ડ ખાતે કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું કે પોતાનું ટ્રેકટર નીચે ઠલાવીને નમુના લેવાશે પરંતુ, ખેડુતોએ માગ કરી કે નીચે ઠલવીને નમુના લેવા સામે કોઈ પ્રકારનો વાંધો નથી પરંતુ, માલ રીજેક્ટ થાય તો ફરીથી ટ્રેકટર ભરવાની મજુરી સરકાર આપે તેવી ખેડુતોએ માંગ કરતાં મામલો બીચકયો હતો અને ખેડુતોએ હોબાળો મચાવ્યો હતો.

માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોનો હોબાળો

ખરીદી બંધ કરીને આખરે પોલીસને બોલાવવી પડી હતી ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડતાં ફરી ચણાની ખરીદી શરૂ કરાઇ હતી ત્યારે આ બાબતે ખેડુતોનું કહેવું છે કે ટ્રેકટર ઉપરથી જ નમુના લેવાની માંગ સાથે ખેડુતો માંગરોળના મામલતદારને રજુઆત કરશે.

ABOUT THE AUTHOR

...view details