ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી ફેડરેશન દ્વારા ગુજરાત સરકારમાં વારંવાર માંગણીઓ અને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કાયમી કર્મચારી ગણીને એક સમ્માનજનક વેતન આપવાની માંગણી કરી હતી. જે માંગણી પણ સરકારે લક્ષમાં લીધેલ નથી 6 કલાક કામગીરી કરનાર કર્મચારીઓને મામૂલી પગાર વધારો કરીને લોલીપોપ આપવાનો પ્રયાસ કરેલો છે. તેમજ બીજા રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યમાં જ ઓછો પગાર આપીને આંગણવાડી કર્મચારીઓનુ શોષણ કરવામાં આવે છે.
આંગણવાડી વર્કરોની સન્માનજનક પગાર વધારો આપવાની માંગ - Gujarati news
જૂનાગઢ: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. જેમાં આંગણવાડી વર્કર્સને 900 રૂપિયા તેમજ આંગણવાડી હેલ્પરને 450 રૂપિયા પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે. જે પગાર વધારો અન્ય કર્મચારીઓના પગાર વધારાથી મામુલી પગાર વધારો છે. જેથી પગાર વધારો તથા કાયમી કર્મચારી કરવાની માંગણી સાથે ચાર ચોકથી શરદ ચોક સુધી વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું.
ghbgfnjhg
સરકાર જો આ બાબતે ગંભીરતા નહી વિચારે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે તેવી ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી ફેડરેશન સંગઠન યુનીટ કેશોદ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.