જૂનાગઢ પોલીસે આજે બાતમીના આધારે અંદાજિત 40 કિલો ગાંજા સાથે મૂળ ઓરિસ્સાના અને હાલ સુરતના ડાયમંડ નગરમાં રહેતા ચાર ઇસમોને પકડ્યા છે. પોલીસ તપાસમાં આ ઈસમો મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે. થોડા સમય પહેલા સુરતમાંથી કરોડોની કિંમતનો ગાંજો પકડાયો હતો. ત્યારે આ શખ્સો સુરતમાંથી ગાંજો લઈને જુનાગઢ સુધી પહોંચી જતા હોવાથી ગાંજાનું નેટવર્ક સમગ્ર રાજ્યમાં ફેલાઈ શકે છે તેવી આશંકાઓ પણ ઉદ્ધભવી રહી છે.
જૂનાગઢમાંથી ૪૦ કિલો ગાંજા સાથે ઓરિસ્સાના 4 ઈસમો ઝડપાયા - ETV Bharat
જૂનાગઢ: શહેરની પોલીસે સાબલપુર ચોકડી નજીકથી મૂળ ઓરિસ્સાના અને હાલ અસ્થાઈ રૂપે સુરતના ડાયમંડ નગરમાં રહેતા ચાર ઈસમોને ૪૦ કિલો ગાંજા સાથે ઝડપ્યા છે. હાલ પોલીસે આ ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
junagadh news
ભૂતકાળમાં આ ઈસમો જૂનાગઢ, જેતપુર અને ધોરાજીમાં ગાંજાની ખેપ મારી ગયા હોય તેવુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. આ ચાર યુવાનોની પોલીસે પૂછપરછ કરતાં મૂળ ઓરિસ્સાના સુભાષ નામની વ્યક્તિએ જૂનાગઢ ખાતે રહેલા મુન્ના નામના ઈસમને ગાજો આપતવાનું કહ્યું હતુ. આ ચારેય શખ્સો જૂનાગઢમાં ગાંજાની ડીલેવરી કરે તે, પહેલા જ જૂનાગઢ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.