ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઇરસના અનુસંધાને વંથલીના ટીકર ગામમાં 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન - ગુજરાત કોરોના અપડેટ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામમાં પાછલા 10 દિવસ દરમિયાન દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો. જેને ધ્યાને રાખીને સરપંચે ગામમાં આગામી 10 દિવસ સુધી લોકડાઉન લાદવાની જાહેરાત કરી હતી. જેનો અમલ ગામનો પ્રત્યેક નાગરિક અને ગામમાં વ્યાપારિક સંકુલ ધરાવતા પ્રત્યેક વેપારીઓ અમલ કરી રહ્યા છે.

કોરોના વાઇરસના અનુસંધાને વંથલીના ટીકર ગામમાં 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન
કોરોના વાઇરસના અનુસંધાને વંથલીના ટીકર ગામમાં 10 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

By

Published : Apr 4, 2021, 3:56 PM IST

  • પાછલા 10 દિવસ દરમિયાન કોરોના સંક્રમણનો ખતરો વધતા સરપંચનો નિર્ણય
  • સ્વૈચ્છિક લોકડાઉનનો યુસ્તપણે અમલ થઈ રહ્યો છે
  • ગામના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પ્રત્યેક વ્યક્તિના ટેસ્ટ કરવાની સરપંચે કરી જાહેરાત

જૂનાગઢઃ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામમાં પાછલા 10 દિવસ દરમિયાન કોરોનાના કેસ અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓ અચાનક સામે આવતા ગામના સરપંચ લક્ષ્મણભાઈ ઠુંમ્મરે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. જેને લઇને ગામનો પ્રત્યેક વ્યક્તિ અને વ્યાપારિક સંકુલ ધરાવનાર તમામ લોકો આ સ્વૈચ્છિક લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરતાં જોવા મળી રહ્યા છે. ગામમાં કોરોના સંક્રમણનો કોઇ ખતરો ઊભો ન થાય તેને લઈને ગામનો પ્રત્યેક નાગરિક અને વ્યાપારિક સંકુલ ધરાવતો વ્યક્તિ સરપંચ દ્વારા જે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો ચુસ્તપણે અમલ પણ થઈ રહ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં ટીકર ગામ કે સંભવિત કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. તેને લોકડાઉનના માધ્યમ દ્વરા કોરોના વાઇરસને દૂર કરવા અને હરાવવા માટે સરપંચના આદેશનો પ્રત્યેક વ્યક્તિ અમલ પણ કરી રહ્યો છે.

પાછલા 10 દિવસ દરમિયાન કોરોના સંક્રમણનો ખતરો વધતા સરપંચનો નિર્ણય

આ પણ વાંચોઃ રાજ્યમાં કુલ રસીકરણ આંક 69 લાખને પાર, ગુજરાત દેશમાં બીજા નંબરે

10 દિવસ પહેલા ટીકર ગામમાં કોરોના સંક્રમણનો થયો હતો પગપેસારો

10 દિવસ પહેલા ગામમાં કોરોના સંક્રમણ તેનો પગપેસારો થયો હોવાનું ગામના સરપંચ લક્ષ્મણભાઈ ઠુંમ્મરે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા વૃદ્ધ દંપતીનો કોરોના સંક્રમણ રીપોર્ટ પોઝિટિવ આવતા તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેને લઇને ગામના સંભવિત અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોએ કોરોના વાઇરસના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. કેટલાક વ્યક્તિઓના નમૂનાઓ વધુ તપાસ માટે જૂનાગઢ અને અન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે પરંતુ કોરોનાનું સંક્રમણ ગામમાં ભરડો ન લઈ જાય તેની પૂરતી તકેદારી સાથે સરપંચે ગામમાં સ્વૈછિક લોકડાઉનનો આદેશ જાહેર કર્યો અને પ્રત્યેક વ્યક્તિ આ લોકડાઉનનુ પાલન કરતાં જોવા મળી રહ્યા છે.

વંથલી તાલુકાના ટીકર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું

આ પણ વાંચોઃ કોરોના બેકાબૂ બનતા MPમાં ત્રીજા સપ્તાહનું લોકડાઉન જાહેર કરાયું

ABOUT THE AUTHOR

...view details