મોસમે કરવટ બદલતા લાંબા સમયથી ડંખી રહેલા ડેન્ગ્યૂના રોગચાળામાં થોડી રાહત જોવા મળી રહી છે. તે દરમિયાન જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતી એક યુવતીનું રવિવારના રોજ શંકાસ્પદ ડેન્ગ્યુ કેસમાં મૃત્યુ નિપજ્યું હતું.
જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત, CAની વિદ્યાર્થિનીનું મોત - ચાર્ટડ એકાઉન્ટ
જામનગરઃ શહેરમાં યથાવત જળવાઈ રહેલા ડેન્ગ્યુના રોગચાળામાં 30 દર્દીઓ ઝપેટમાં આવ્યા હતાં, ત્યારે ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતી યુવતીનું ડેન્ગ્યુના શંકાસ્પદ કેસમાં મૃત્યુ નિપજ્યું હતું. આમ, જામનગરમાં ડેન્ગ્યુથી અત્યાર સુધીમાં 17 લોકોના મોત નિપજ્યા છે.
જામનગરના કાલાવડ નાકા બહાર રહેતી જેનલબેન ભારમલ (ઉ.વ. ર૩) નામની CAનો અભ્યાસ કરતી શિક્ષિત યુવતીનું જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી. પરંતુ, તેણીની તબિયત ખૂબ જ ખરાબ હતી અને ફક્ત એકાદ કલાકમાં જ તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવતીના જરૂરી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતાં.
CA સુધીનો અભ્યાસ કરનારી આ યુવતીનું મૃત્યુ થતા આરોગ્ય વિભાગની દોડધામ વધી હતી. ડેન્ગ્યૂના શનિવારના રોજ ૩૦ નવા દર્દીઓ દાખલ થયા હતાં, તો ૩પ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.