જામનગર જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા શહેર અને જીલ્લામાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી સવારે સિક્કા ખાતેથી સાંસદ પૂનમબેન માડમના હસ્તે રેલીનું પ્રસ્થાન કરાયું હતું.
જામનગરમાં વિજય સંકલ્પ બાઈક રેલી યોજાઈ
જામનગર: દેશનો દરેક નાગરિક રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયો હોય તેવું આજકાલ જણાઈ આવે છે. ત્યારે સમગ્ર ભારત ભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સંકલ્પ બાઈક રેલીનું આયોજન કરવા માં આવ્યું છે. જામનગરમાં પણ ભાજપ દ્વારા વિજય સંકલ્પ બાઈક રેલીનું આયોજન કરવવામાં આવ્યું હતું.
jamnagar
આ રેલીમાં મોટી સંખ્યામાં બાઈક સવાર જોડાયા હતા. આ રેલીમાં સાંસદ પૂનમ બેન માડમ સહીત યુવા મોરચાના પ્રભારી ધવલ દવે, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સુરેશ વશરા, જિલ્લા પ્રમુખ ચંદ્રશ પટેલ સહીત આગેવાનો તેમજ મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.