ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત સરકારની વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી કેબિનેટ બેઠકમાં જામનગરના પ્રધાનો જોડાયા - નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા

ગુજરાત સરકારની વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી કેબિનેટ બેઠકમાં જામનગરના પ્રધાનો પણ જોડાયા હતા.

જામનગર
જામનગર

By

Published : Apr 15, 2020, 8:41 PM IST

જામનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય પ્રધાન મંડળના પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.

ગુજરાત સરકારની વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ કેબિનેટ બેઠકમાં જામનગરના પ્રધાનો જોડાયા
જેમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક તેમજ મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારની વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ કેબિનેટ બેઠકમાં જામનગરના પ્રધાનો જોડાયા
વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ના આવે તેવા ઉદ્દાત ભાવથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં જામનગર ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ સાથે જ આર.સી.ફળદુએ રાજકોટ ખાતે કોરોના પોઝીટીવ કેસ વધુ હોય જામનગર અને રાજકોટ વચ્ચેના આવાગમનને બંધ કરવા રજુઆત કરી હતી, તેમજ તુવેર, ચણા અને રાયડાની ખરીદી અને યુરિયાના જથ્થા વિશે મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી જિલ્લાના પ્રભારી પણ હોવાથી અમરેલી જિલ્લાની પરિસ્થિતિ મુખ્યપ્રધાનને જણાવીને જિલ્લામાં તેમજ રાજ્યમાં પણ પુરવઠાની વ્યવસ્થાનો ચિતાર આપ્યો હતો. જામનગર ખાતે હાલ નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ.-1ની વિતરણ વ્યવસ્થાની વિગત જણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details