જામનગર:શહેર નજીક આવેલા બાલાચડીમાં જામ સાહેબે ચાર વર્ષ સુધી પોલેન્ડનાં બાળકોને સાચવ્યા હતાં. યુક્રેન-રશિયા વચ્ચે હાલ યુદ્ધ (Ukraine Russia war)ચાલી રહ્યું છે. ત્યારે 20 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ ત્યાં ફસાયેલા છે. ત્યાંથી ભારતીયોને બહાર નીકળવામાં હાલ જે દેશો મદદ કરી રહ્યા છે એમાંનો એક પોલેન્ડ પણ છે. ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. એવી સ્થિતિમાં પોલેન્ડે ભારતીય વિદ્યાર્થીઓને વિઝા વગર પ્રવેશવાની (Poland admits Indian students without visa)પરવાનગી આપી છે. પોલેન્ડવાસીઓ ભારતનું અને(allowing students without visas) જામનગરનાં રાજવીનું ઋણ ક્યારેય ભૂલી શકે એમ નથી.
તમામ બાળકોને આશ્રય આપ્યો હતો
પોલેન્ડવાસીઓ ભારતનું અને જામનગરનાં રાજવીનું ઋણ ક્યારેય ભૂલી શકે એમ નથી, કારણ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન(World War II)અનાથ અને નિરાશ્રિત થયેલાં 1,000 જેટલાં પોલીસ બાળકોને કોઈ આશ્રય આપવા તૈયાર નહોતું ત્યારે જામનગરના જે-તે સમયના રાજવી જામ દિગ્વિજયસિંહજીએ(Jam Digvijay Singhji) આ તમામ બાળકોને આશ્રય આપ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ 1,000 બાળકોને જામરાજવીએ પોતાના ખર્ચે રાખી તેઓ પોતાની સંસ્કૃતિ ન ભૂલે એનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું.
જામરાજવીની દરિયાદિલીની દાસ્તાન
આઝાદ નહોતું થયું, એમ છતાં જામ દિગ્વિજયસિંહજીએ પોતાના ખર્ચે એક હજાર જેટલાં બાળકોને આશ્રય આપવાની તૈયારી બતાવી હતી. એના માટે તેમણે જામનગર નજીક આવેલા બાલાચડી પાસે એક કેમ્પનું નિર્માણ કરાવ્યું હતું અને એક હજાર જેટલાં પોલીસ બાળકોને આશ્રય આપ્યો હતો. જામસાહેબે પોલેન્ડનાં બાળકો માટે રહેઠાણ, રમતગમત, ભોજન સહિતની તમામ સુવિધાઓ ઊભી કરી હતી. પોલેન્ડનાં બાળકો પોતાની સંસ્કૃતિ ન ભૂલે એનું પણ ધ્યાન રાખ્યું હતું. જામ રાજવીએ એક હજાર જેટલાં પોલેન્ડનાં બાળકોને અહીં ચાર વર્ષબાળકોને સાચવવાની સાથે તેઓ સંસ્કૃતિન ભૂલે એનું પણ ધ્યાન રખાયું હતું.
હિટલર અને સ્ટાલીને પોલેન્ડ પર આક્રમણ કર્યું હતું
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર અને સ્ટાલીને પોલેન્ડ પર આક્રમણ કર્યું હતું અને પોલેન્ડને ખંઢેરમાં ફેરવી દીધું હતું. ત્યારે જ પોલેન્ડવાસીઓએ બ્રિટિશ સરકારને અપીલ કરી હતી અને પોલેન્ડનાં બાળકોને કોઈ અન્ય દેશમાં આશ્રય આપવાની માગ કરી હતી. જે-તે સમયે જામનગરના રાજવી દિગ્વિજયસિંહજી બ્રિટિશ ઈમ્પીરિયલ વોર કેબિનેટના સદસ્ય હતા. તેમને ખબર પડતાં જ તેમણે બાળકોને આશ્રય આપવા તૈયારી બતાવી હતી.
પોલેન્ડની આઝાદીની 100મી વર્ષગાંઠની ઉજવણી