માલધારી સમાજ દ્વારા પરીક્ષામાં પોતાના સમાજ સાથે ભેદભાવ કરવાનો આક્ષેપ કરાયો છે. જેના વિરોધમાં ઠેર-ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. માલધારી સમાજના યુવક-યુવતીઓ કોન્સ્ટેબલની સારા માર્ક્સે પાસ થવા છતાં પણ તેમનો મેરીટમાં સમાવેશ ન કર્યાનો આક્ષેપ કર્યો હતો.
પોરબંદરમાં ભૂખ હડતાળ કરી રહેલા 2 વ્યક્તિ સારવાર હેઠળ - LRD પરીક્ષા વિવાદ
જામનગર: પોરબંદર માલધારી સમાજ દ્વારા LRDની પરીક્ષામાં ભેદભાવ થયો હોવાના આક્ષેપ સાથે ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી છે. અહીં ઉપવાસ કરી રહેલા 2 વ્યક્તિની તબિયત વધુ લથડતા તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
પોરબંદરમાં ભૂખ હડતાળ કરી રહેલા 2 વ્યક્તિ સારવાર હેઠળ
આ અંગે સમાજના લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. સાથે જ અહીં ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. જેમાં બંને ઉપવાસીઓને હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, અન્ય 17 જેટલા વ્યક્તિઓને પોરબંદરમાં સારવાર અપાઈ રહી છે.